જી.કે. જનરલ હોસ્પિટલમાં જન્માષ્ટમી પર્વના દિવસે કુલ ૧૩ પૈકી ૭ દિકરા અને ૬ દીકરીઓનો જન્મ થયો

અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ ગાયનેક વિભાગમાં જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે કુલ ૧૩ બાળકોનો જન્મ થયો હતો જે પૈકી ૭ દિકરા અને ૬ દીકરીઓનો સમાવેશ થાય છે.

કૃષ્ણ જન્મના શુભ દિવસે હોસ્પિટલમાં આ સપરમા દિવસે બાળકોના જન્મને કાનુડા કહીને વધાવી લેવામાં આવ્યા હતા. તમામ નવજાત બાળકો અને માતાના સ્વાસ્થ્યની હોસ્પિટલના સ્ટાફે કામના કરી હતી.

સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મી પાવાણી અને ડો.ધર્મી વેલાણીએ શુભેછા પાઠવી હતી.

Leave a comment