એપલે પોતાના પહેલા ફોલ્ડેબલ ‘iPhone Duo’ સાથે 18 Pro સીરિઝ લોન્ચ કરી

ટેક જાયન્ટ એપલનો વર્ષનો સૌથી મોટો પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમ ‘Apple Event 2026’ આજે એટલે કે બુધવાર, 9 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહ્યો છે. કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત એપલ પાર્કના પ્રખ્યાત ‘સ્ટીવ જોબ્સ થિયેટર’ ખાતેથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ આ વખતના કાર્યક્રમ માટે “Surprise and shine” ટેગલાઇન નક્કી કરી છે. ભારતીય દર્શકો માટે આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ આજે રાત્રે બરાબર 10:30 વાગ્યે (IST) શરૂ થયું હતું.

ભારત સહિત વિશ્વભરના દર્શકો એપલની આ ઈવેન્ટનું લાઈવ પ્રસારણ એપલની ઓફિશયલ વેબસાઇટ, એપલ ટીવી એપ અને એપલની સત્તાવાર યૂટ્યુબ ચેનલ પર જોયું હતું.

એપલના વાર્ષિક લોન્ચ ઇવેન્ટ ‘Apple Event 2026’ની કીનોટ શરૂ કરતાની સાથે જ કંપનીના નવા સીઈઓ જોન ટર્નસે ટેક જગત સામે એપલનું ભવિષ્યનું વિઝન સ્પષ્ટ કર્યું છે. તેમણે પોતાના સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કંપનીના આગામી વિકાસ અને યુઝર એક્સપિરિયન્સનું મુખ્ય પ્રેરક બળ ગણાવ્યું હતું.

કીનોટ સ્પીચની શરૂઆત કરતાં જ્જોન ટર્નસે જણાવ્યું હતું કે: એપલનો આગળનો માર્ગ અગાધ શોધો અને મોટા પરિવર્તનોથી ભરેલો છે”

તેમણે ઉમેર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યારે જ ખરા અર્થમાં વધુ ઉપયોગી અને સાર્થક સાબિત થાય છે જ્યારે તે યુઝર્સના રોજિંદા જીવનને તેઓ જે એપ્સ અને સર્વિસિસનો સતત ઉપયોગ કરે છે તેની સાથે સીધું અને સહજ રીતે જોડે. તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે એપલ પોતાની આગામી તમામ પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને ફીચર્સમાં ડીપ AI ઇન્ટિગ્રેશન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યું છે.

એપલે પોતાના ઇતિહાસમાં પહેલીવાર ફોલ્ડેબલ સ્માર્ટફોનની જાહેરાત કરીને સમગ્ર ટેક જગતને ચોંકાવી દીધું છે. કંપનીએ પોતાના સૌપ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ પરથી પડદો ઉઠાવતાં તેને ‘iPhone Duo’ નામ આપ્યું છે.

ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પરથી એન્ડ્રોઇડ હરીફો પર સીધો કટાક્ષ કરતાં એપલે જણાવ્યું હતું કે અન્ય કંપનીઓએ બનાવેલા ફોલ્ડેબલ ફોન એવા લાગે છે જાણે “બે ફોનને અણઘડ રીતે એકસાથે ચોંટાડી દેવામાં આવ્યા હોય”. તેનાથી વિપરીત, એપલે iPhone Duoને પોતાના યુઝર એક્સપિરિયન્સ મુજબ ડિઝાઇન કર્યો છે—એક વિશાળ ડિસ્પ્લે જે આઇપેડ જેટલી જ નેચરલ અને સાહજિક લાગે, છતાં સરળતાથી ફોલ્ડ થઈને તમારા ખિસ્સામાં કે હથેળીમાં આરામથી સમાઈ જાય. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

Leave a comment