જી. કે. જનરલ હોસ્પિટલમાં મગજ અને કરોડરજ્જુની સારવાર ઉપલબ્ધ બનશે

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં  કચ્છ માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થઈ શકે એ હેતુસર ન્યૂરો – સર્જનની નિમણૂંક કરવામાં આવતા અહીં મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓની અધ્યતન સર્જરી ઉપલબ્ધ બનશે.

ગેઈમ્સમાં ડો. પ્રદ્યુમન ચોકસીની કન્સલ્ટન્ટ ન્યૂરો સર્જન તરીકે નિયુક્તિ થતા બ્રેઇન ટ્યૂમર,સ્ટ્રોક સર્જરી,કરોડરજ્જુને લગતી અને ખાસ કરીને ખૂબ જ જરૂરી એવા ન્યૂરો અને સ્પાઈન ટ્રોમાની સારવાર મળતી થશે.

કચ્છના છેવાડાના દર્દીને મગજની ગંભીર ઇજા કે સ્ટ્રોક તેમજ પેચીદા કેસ માટે અમદાવાદ પહોંચતા ૮ કલાક જેટલો સમય લાગે છે,ત્યારે આ સેવા અત્રે મળતા આ પ્રકારના દર્દીઓને ઉપયોગી પુરવાર થવાની છે.ન્યૂરો- સર્જન અત્રે પ્રાપ્ય બનતા ગેઈમ્સમાં અધ્યતન  ICU અને મોડ્યુલર ઓપરેશન થિયેટરના સથવારે હવે ન્યૂરો સબંધિત  કેસમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ શક્ય બનશે. હોસ્પિટલમાં મંગળ, ગુરુ અને શનિવારના  દિવસે ન્યુરોસર્જરી વિભાગની ઓપીડી રૂમ.નમ્બર ૪૮માં ચાલશે.

Leave a comment