સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 77,269ના સ્તરે બંધ

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આજે 4 મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 355 પોઇન્ટ વધીને 77,269ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 121 પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો, જે 24,119ના સ્તરે બંધ થયો હતો.

આજના કારોબારમાં રિયલ્ટી, મેટલ, ફાર્મા અને ઓટો ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જ્યારે IT, સરકારી બેંકો અને મીડિયાના શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી. અદાણી પોર્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના શેરોમાં 5% સુધીની તેજી જોવા મળી હતી.

ગયા અઠવાડિયે ગુરુવાર, 30 એપ્રિલના રોજ સેન્સેક્સમાં 583 પોઇન્ટ (0.75%) નો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 76,913ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 180 પોઇન્ટ (0.74%)નો ઘટાડો રહ્યો હતો, જે 23,998ની સપાટીએ બંધ થયો હતો. તે દિવસે કારોબારમાં IT ક્ષેત્રમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી, જ્યારે મેટલ અને સરકારી બેંકોના શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી.

નિફ્ટીના ટૉપ-5 ગેનર્સ

ટૉપ 5 ગેનર્સકિંમતફેરફાર (₹)ફેરફાર (%)
અદાણી પોર્ટ્સ1,74789.705.41%
આઈશર મોટર્સ7,330221.003.11%
જીયો ફિન2547.332.98%
અદાણી એન્ટરપ્રાઈઝિસ2,47364.602.68%
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ1,46736.402.54%

Leave a comment