અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગ અને ગેઇમ્સ ઘરાનાના સંયુક્ત ઉપક્રમે સ્કિન હેલ્થ ડે નિમિતે “બેટર નોલેજ, બેટર સ્કિન હેલ્થ” વિષયવસ્તુ આધારિત ત્વચા અંગે જાણકારી, રોગ અને ઉપાયો ઉપર મિમ્સ અને રીલ્સ નિર્માણ હરિફાઈ યોજાઈ હતી.જેમાં ૪૩ પ્રતિસ્પર્ધકો જોડાયા હતા.
હોસ્પિટલના ત્વચા વિભાગના ડો. ઐશ્વર્યા રામાણીએ કહ્યું કે,ત્વચાના પ્રકાર, દેખભાળ અને ઉપાયો અંગે વ્યક્તિની જેટલી જાણકારી સ્પષ્ટ એટલી જ તેમની સ્કિન સ્વસ્થ રહેશે.ત્વચાની સંભાળ બાબતે જાગૃત રહેવાથી ચામડીની સમસ્યા ઓછી થઇ શકે છે,એમ તબીબોએ જણાવ્યું હતું.
અદાણી મેડિકલ કોલેજના આસિ. ડીન ડો.અજીત ખીલનાનીએ સ્પર્ધામાં ભાગ લેનાર હરીફોને પ્રમાણપત્રો આપ્યા હતા.આ પ્રસંગે. સ્કિન વિભાગના ડો.ટ્વિંકલ રંગનાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
