નિરમા યુનિવર્સિટીનુ કૌશલ્ય વિકાસ અને નવીનતા માટે ફોનિક્સ કોન્ટેક્ટ (ઈન્ડિયા) પ્રા. લિ. સાથે એમઓયુ પર હસ્તાક્ષર

નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ કૌશલ્ય વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ ફોનિક્સ કોન્ટેક્ટ (ઈન્ડિયા) પ્રા. લિ., મુંબઈ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ વિભાગ સાથે કરવામાં આવ્યો છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે.

એમઓયુ પર નિરમા યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. હિમાંશુ સોની અને ફોનિક્સ કોન્ટેક્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મિલન દેસાઈએ હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે E&I એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. હિમાંશુ કે. પટેલ, એસોસિએટ પ્રોફેસર ડૉ. અરવિંદ આર. યાદવ અને ફોનિક્સ કોન્ટેક્ટના પ્રાદેશિક વડા શ્રી ગૌતમ આહિર ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મિલન દેસાઈએ જણાવ્યું કે આ ભાગીદારી વિદ્યાર્થીઓને ઓટોમેશન ક્ષેત્રમાં જરૂરી કૌશલ્યોથી સજ્જ કરશે. ડૉ. હિમાંશુ સોનીએ ઉમેર્યું કે આ સહયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાસ્તવિક દુનિયાની એપ્લિકેશનો સાથે જોડાવાની તક મળશે. આ એમઓયુ સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ, જ્ઞાનની આપ-લે અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

Leave a comment