અદાણી સંચાલિત GAIMS જી.કે.જન.હોસ્પિ.માં વર્ષ દરમિયાન લગભગ વીસ હજાર કાનના દર્દીઓએ સારવાર લીધી અને 350 જેટલા કાનના ઓપરેશન થયા

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે કે,દુનિયામાં બહેરાશપણાની સંખ્યા ઝડપથી વધી રહી છે.જેના કારણોમાં ઇયર બડ,ઇયર ફોન અને હેડફોનનો ફાળો તો છે પણ કાનની સમસ્યા સામે જાગૃતિ પણ જવાબદાર છે. આ પ્રકારની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે.કાનની સમસ્યાને સાંભળી ન સાંભળી કરવા જેવી બિલકુલ નથી એમ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના કાન,નાક અને ગળાના ઈ.એન.ટી. વિભાગના તબીબોએ જણાવ્યું હતું.

વિશ્વમાં દર વર્ષે ત્રીજી માર્ચના રોજ ઉજવાતા વિશ્વ હિયરિંગ ડે નિમિત્તે કાન નાક અને ગળા વિભાગના જી.કે.ના હેડ અને ચીફ મેડિ. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે એક સર્વે અનુસાર ભારતમાં 6 કરોડથી વધુ લોકો સાંભળવાની સમસ્યાથી પીડાય છે. જી.કે.માં દર વર્ષે 20000થી વધુ દર્દીઓ કાનમાં રસી,દુખાવો અને ઓછું સંભળાવું જેવા જુદા જુદા રોગની સારવાર લે છે, તો વર્ષ દરમિયાન કાનના 350 ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં પડદામાં કાણું, કાનમાં સડો, કાનની હાડકી ચોંટી જવાનો સમાવેશ થાય છે.

કાન એક ખુબજ નાજુક અંગ હોતાં તેની સંભાળ પણ એટલીજ સંવેદનશીલ છે.કેટલીક સામાન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. મોટા ભાગના લોકો એક સામાન્ય ભૂલ કરતા હોય છે કે,કાનમાંથી જાતેજ કોઈ ધારદાર સાધનથી મેલ કાઢે છે જે આગળ જતાં બહેરાશ લાવે છે. કાનમાં પાણી જવાથી પણ શ્રવણ શક્તિને અસર થાય છે.ખાસ કરીને  સ્નાન કરતી વખતે કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે કેમકે તેથી ચેપ લાગી શકે અને પડદામાં કાણું પણ થઈ શકે છે.એમ આસિ.ડીન અને ઈ એન ટી ડો.અજિત ખીલનાનીએ કહ્યું હતું.

ધૂમ્રપાનની કુટેવ જેટલી હૃદય માટે ઘાતક છે એટલી જ કાન માટે પણ છે. ધૂમ્રપાનમાં રહેલા પદાર્થોથી લોહીની પરિભ્રમણ ક્ષમતા ખોરવાય છે. જે કાનને પણ અસર કરે છે અને સાંભળવાની શક્તિ ગુમાવવાનો વારો આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, પ્રેશર, હૃદય રોગ, વારસાગત, દુર્ઘટના, કાનમાં સંક્રમણ, કાનમાં વધુ મેલ ભરાવો વગેરેને કારણે પણ કાનની સમસ્યા સર્જાતી હોય છે.

એમ હોસ્પિટલના ઈ.એન.ટી.તબીબો ડો.રશ્મિ સોરઠીયા, ડો. નિસર્ગ દેસાઈ, ડો. હેતલ જોશી અને ડો. પાર્થ પોમલે કહ્યું હતું.

ઇયરફોન કે હેડફોન નો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. વધુ અવાજ કાનના પડદાને નુકસાન કરી શકે છે  આમ કાન એક સંવેદનશીલ આવ્યવ હોવાથી કાનની કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તો જાતે ડોક્ટર બનાવને બદલે નિષ્ણાત તબીબ પાસેથી સારવાર લેવી જોઈએ. 

ચશ્મા જેટલું જ મહત્વ સાંભળવાના મશીનનું છે

એવી જીવનશૈલી સામે આવી છે કે લોકો આંખ માટે ચશ્માં પ્રત્યે જેટલા સંવેદનશીલ છે, એટલા સાંભળવાની સમસ્યા અંગે કાનના મશીન બાબતે આગ્રહી નથી.જેથી શ્રવણ શક્તિ વકરે છે.ખાસ કરીને મોટી ઉમરે બહેરાશ હોય હોય ત્યારે દર્દીને શબ્દ શું બોલાય છે તેની ખબર પડતી નથી ત્યારે ગેરસમજ થાય છે. અકસ્માત થવા જેવી અનેક મુશ્કેલી ઉભી થાય છે, માટે ચશ્માંની જેમ કાનના મશીનનો પણ ઉપયોગ કરવો જરૂરી છે.

Leave a comment