અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલમાં આવા દર્દીઓ સામાન્ય દિવસો કરતાં વધુ જોવા મળ્યા છે

ઋતુ અનુસાર વાતાવરણમાં પરિવર્તન અને તાપમાનથી ઉપર નીચે થતા પારાને કારણે શરીરનું ઉષ્ણતામાન પણ સતત બદલાતું રહેતું હોવાથી તાવ,શરદી,ઉધરસ, ફ્લૂ જેવી સમસ્યા આ ઋતુમાં જોવા મળે છે.અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલમાં આવા દર્દીઓની સંખ્યા સામાન્ય દિવસો કરતાં વધુ જોવા મળે છે.

હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો.દેવિકા ભાટના જણાવ્યા મુજબ શરદી જેવી પરિસ્થિતિમાં તાવ આવે અને બે થી વધુ દિવસ લંબાય તો ચિંતા કરવાને બદલે ચિકિત્સા સાથે સતર્ક રહેવું.જો તાવ સાથે કફ હોય તો ફ્લૂની આશંકા વધી જાય છે.ડાયાબિટીસ અને બી.પી.હોય તો વધુ સાવચેત રહેવું જોઈએ.પર્યાવરણમાં પ્રદૂષણ હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો સંક્રમણને કારણે રિકવરી ધીમે ધીમે આવે છે.

ઠંડીની સિઝન પૂરી થવાની ઘડીઓ ગણાય ત્યારે તાપમાનમાં વૃધ્ધિ થાય તો કેટલાક ખુશનુમા અનુભવે છે,પરંતુ જેમને એલર્જી હોય તેમના માટે મુશ્કેલી ઉભી થાય છે. શારીરિક પ્રક્રિયામાં બદલાવ આવવાના કારણે વારંવાર છીંક આવવી,ગળામાં ખારાશ આવે છે.કેટલાક એવા પણ દર્દીઓ હોય છે જેમને દમ અગરતો સી ઓ પી.ડી. સમસ્યા હોય તો મોસમી તાવ વધુ પરેશાન કરે છે.જો.કે.સારવારથી સામાન્ય બની જાય છે.

આ પ્રકારે ઋતુજન્ય બીમારી હોય તો ભીડભાડમાં જવાથી બચવું,સાબુથી નિયમિત હાથ ધોવા,આ સિઝન કસરત માટે અનુકૂળ છે જો મુશ્કેલી ન હોય તો સક્રિયતા વધારી દેવી,આહારમાં પ્રોટીન અને વિટામિન સી ની માત્રા વધારી દેવી,એન્ટી ઓક્સિડન્ટ લેવાનો આગ્રહ રાખવો જેમાં ગ્રીન ટી. અંજીર,આદુનો ઉપયોગ કરવો.શરીરને આરામ આપવો અને લીંબુ પાણી કે નારિયેળનું પાણી લઈને શરીરને હાઇડ્રેટ રાખવું.

બાળકો અને બુઝુર્ગોને પલટાતા વાતાવરણથી રક્ષણ

બાળકો અને બુઝુર્ગો માટે ખાસ સાવધાની રાખવી કેમકે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે.તેથી સંક્રમણ વધી શકે છે.બાળકોને સવાર સાંજ લાંબી બાંયના કપડાં પહેરાવવા, તેમને બિન આરોગ્યપ્રદ અને ઠંડા ખાધ્ય પદાર્થોથી દૂર રાખવા અને ખાવાપીવામાં એકાએક બદલાવ ન કરવો.

Leave a comment