ગુજરાત સરકારના વર્ષ 2023-24ના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો

ગુજરાતના અતિસમૃદ્ધ પ્રદેશમાં ગણાતું અને રાજ્યની અ-વર્ગની નગરપાલિકામાં અગ્રીમ સ્થાન પામતું ગાંધીધામ શહેર અને સંકુલ, તેના વ્યાપ અને વસ્તી વધારા સાથે શૈક્ષણિક, આર્થિક અને ઓદ્યોગિક કેપિટલ તરીકે કચ્છમાં ઉભરી આવ્યું છે. મહાનગરપાલિકાના તમામ માપદંડો ધરાવતું હોવા છતાં શહેરના બહુમુખી વિકાસ સાથે આગવી ઓળખને મૂર્તિમંત કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માગ ફરી દોહરાવાઈ હતી. જે ઝુંબેશ અંતે રંગ લાવી છે અને આજે ગુજરાત સરકારના વર્ષ 2023-24ના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષ 2023-24ના બજેટમાં ગાંધીધામ, મોરબી, નવસારી, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા વઢવાણ સહિતના આઠ શહેરોને મહાનગરપાલિકા બનાવવા સરકારે જાહેરાત કરી છે.

ગાંધીધામ અગાઉ રજૂઆત થયેલ છે તે અનુસાર, ગાંધીધામ-કંડલા કોમ્પ્લેકસે, કચ્છના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. કચ્છમાં વ્યાપાર-વ્યવસાય અર્થે પાંચ લાખ ઉપર વસેલા કે પર્યટન-ધાર્મિક યાત્રાએ આવતા-જતા એકાદ લાખ લોકો અહીં જ રહે છે કે રોકાય છે. જિલ્લાનો કે રાજ્યનો વિકાસ જેના પર નિર્ભર છે તેવી અનેક વિકાસલક્ષી યોજનાઓ અહીં કાર્યરત છે. તેમાં છેલ્લા સાત દાયકાથી અહીંના વિકાસમાં મહત્વનું યોગદાન આપતી ગાંધીધામ ચેમ્બરનો ફાળો પણ કેન્દ્ર સ્થાને રહ્યો છે. ત્યારે માગ અનુસાર ભાવી વિકાસ અને વિઝનને જોતાં દરજ્જો મળવાથી જ શહેરના વિકાસના સપના સાકાર થઇ શકે તેમ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા માટે શહેરના એકસોથી ઉપરના સમાજ- સંસ્થાઓએ આંકડાકીય માહિતી સાથે ચેમ્બર સમક્ષ બુલંદ માગ સાથે રજૂઆત કરી હતી. દરમિયાન આજે રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ 2023-24ના બેજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા ગાંધીધામને મહત્વની ભેટ મળી છે. વધુમાં ગુજરાત સરકાર દ્વારા ગાંધીધામ ઉપરાંત મોરબી, નવસારી, વાપી, આણંદ અને મહેસાણા સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના આઠ શહેરોને મહાનગરપાલિકા બનાવવાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અભિનંદન પાઠવ્યા આજરોજ ગુજરાત રાજ્યના કચ્છના ગાંધીધામ શહેરની સાથે અન્ય 7 શહેરોની નગરપાલિકાને અપગ્રેડ કરી મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થવાની સૈદ્ધાંતિક મંજૂરીની બજેટ સત્ર દરમ્યાન રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ જાહેરાત કરતાં, રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા વિકાસલક્ષી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ તેમજ શહેરના વિકાસમાં યોગદાન આપનાર ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, તેમજ શહેરની તમામ સ્વૈછિક અને સામાજિક સંસ્થાઓ તથા જિલ્લા અને સંકુલના પ્રતિનિધિઓ અને નગરજનોના સહકારથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી છેલ્લા 20 વર્ષથી આ બાબતે વખતો વખત યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરતી રહી છે અને ગાંધીધામ ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને તેમની ટીમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રાલયના ન.પા. નિયામક તથા પ્રાદેશિક નિયામક સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. તે ઐતિહાસિક અને ભગીરથ કાર્યને સફળતા પ્રાપ્ત થતાં ગાંધીધામ ચેમ્બર, જોડિયા શહેરોના નગરજનો તેમજ કચ્છની જનતાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Leave a comment