જી.કે. જન. અદાણી હોસ્પિ. આવી મનોવ્યાધીના દર્દીનો કરાતો ઉપચાર

ઈગો અર્થાત “હું પણું”ની નકારાત્મક તરીકે ગણના થાય છે,પરંતુ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સકના મતે સુદ્રઢ  જીવનશૈલી માટે તંદુરસ્ત અને હકારાત્મક “હું” કાર કે ઇગો આજના સમય માટે  આવશ્યક છે.

જી.કે.ના મનોચિકિત્સક અને આ વિભાગના વડા ડો. મહેશ ટીલવાણીએ આ અંગે જણાવ્યું કે,દરેક ઈગોને નેગેટિવ રીતે જોવાની જરૂર નથી.પ્રત્યેક વ્યક્તિમાં ઇગો હોય જ છે.માનવીની વાત કરવાની લઢણ અને વ્યક્તિત્વ પરથી તેના ઇગોના પ્રકાર જાણી શકાય છે.પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે સંતુલન ખોરવાય છે ત્યારે તે માનસિક કે શારીરિક વ્યાધિ રૂપે દેખાય છે, “હું”પદ જાગે છે ત્યારે જ સંવેદનામાં ખલેલ સર્જાય છે.

આ ઇગોમાં ખલેલ કેમ પહોંચે છે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે,કોઈ વ્યક્તિને ઊંચી ગુણવતાવાળું કામ કરવાની આદત હોય ત્યારે તે સામાન્ય અને નાના કામમાં ભૂલ કાઢે છે,જેની આગળ જતાં ટેવ પડી જાય છે.જ્યારે આ આદત જીવનશૈલી બની જાય ત્યારે તે નિરુત્સાહ બની જાય છે અથવા તો આળસુ બની જાય છે.છેવટે ઊભી થયેલી આ મનોવ્યાધી કોઈપણ શારીરિક દુખાવા રીતે પ્રગટ થાય છે.

ઇગોથી પરેશાન વ્યક્તિ અનેક ઉપચાર કરાવે છે.પરંતુ આ એક મનોવિકાર હોવાથી તબીબો  ઈલાજ કરે છે પણ કારગર સાબિત નથી થતો છેવટે મનોચિકિત્સકની સલાહ લેવા આવા દર્દીને ભલામણ કરવામાં આવે છે. સુદ્રઢ જીવનશૈલી માટે તંદુરસ્ત ઇગો જરૂરી પણ સંતુલન ખોરવાય તો માનસિક ખલેલ પહોંચે. આવા ઘવાયેલા ઇગો વાળા જી.કે.માં દર મહિને ૫ થી ૬ દર્દીઓ આવે છે.તેમના માનસનું વિશ્લેષણ કરી મનોપચાર કરાય છે.આ લાંબાગાળાની સારવાર હોય છે.દર્દીઓનું કાઉસેલિંગ પણ કરાય છે અને  ફાયદો પણ મળવા લાગ્યો છે.એમ અત્રેના મનોચિકિત્સક ડો.શિવાંગ ગાંધી અને ડો.રિદ્ધિ ઠક્કરે જણાવ્યું હતું.

દરમિયાન જી.કે.ના મનોચિકિત્સા વિભાગના તબીબે ડો. ટીલવાણીના વડપણ હેઠળ સેલવાસ ખાતે આયોજિત રાજ્યકક્ષાના સેમિનારમાં પેઇન ડિસઓર્ડર ઉપર ખોરવાયેલા ઇગોને કારણે ઉદભવતા શારીરિક દુખાવા ઉપર  કેસ સ્ટડી રજૂ કરવામાં આવ્યો હતો. જેને સેમિનારમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો.આ પ્રસ્તુતિકરણ મનોચિકિત્સક ડો.બંસિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.   

Leave a comment