8 મહિના બાદ સેન્સેક્સ 80,000ને પાર

દુનિયાભરના બજારોમાં ઘટાડા વચ્ચે આજે 6 નવેમ્બરે સેન્સેક્સ 700 પોઈન્ટ અથવા 0.90% વધીને 80,000ને પાર પહોંચી ગયો છે. 8 મહિના બાદ તે 80 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટીમાં આજે 150 પોઈન્ટ અથવા 0.60%ની તેજી છે, તે 24,700ના સ્તરે છે.

ગઈકાલે બજારમાં વર્ષની બીજી મોટી તેજી રહી હતી. સેન્સેક્સ 2009 પોઈન્ટ વધીને 79310 પર બંધ થયો હતો. આ પહેલાં 8 એપ્રિલે સેન્સેક્સ 2,946 પોઈન્ટ વધ્યો હતો.

આખી દુનિયાના બજારોમાં વેચવાલીનો માહોલ હોવા છતાં, વિદેશી રોકાણકારો દ્વારા સતત રોકાણ, IT ક્ષેત્રમાં તેજી અને મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થાને કારણે ભારતીય શેરબજાર પર વૈશ્વિક ઘટાડાની અસર ખૂબ ઓછી પડી છે.

વિદેશી રોકાણકારો (FII)એ છેલ્લા 7 દિવસમાં ₹32,210 કરોડનું મોટું રોકાણ કર્યું છે, જેના કારણે સ્થાનિક શેરબજારને જબરદસ્ત સમર્થન મળ્યું છે.

સપ્ટેમ્બર ત્રિમાસિકના મજબૂત પરિણામોથી સેન્ટિમેન્ટ સુધર્યું છે. રિલાયન્સ, ઇન્ફોસિસ અને TCS જેવી મોટી કંપનીઓના શેરોમાં તેજી આવી છે.

સેન્સેક્સના ટોચના 30માં સામેલ કંપનીઓના શેરોમાં વધારાથી જ સેન્સેક્સ વધે છે. ગુરુવારે તેમાંની મોટાભાગની કંપનીઓના શેરોમાં ઉછાળો આવ્યો છે.

શેરબજારમાં તેજીનો આજે સતત સાતમો દિવસ છે. 28 ઑક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સેન્સેક્સ 73,246થી ઉછળીને 79,400ને પાર પહોંચી ગયો છે. એટલે કે તેમાં 8%થી વધુનો ઉછાળો આવ્યો છે.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ડૉ. વી.કે. વિજયકુમારનું કહેવું છે કે સારા પરિણામો અને સસ્તા ક્રૂડ ઑઇલની સાથે LTCG ટેક્સમાં ફેરફારની સંભાવનાએ FIIsનો અભિગમ બદલી નાખ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ નોમુરાએ પણ તેને વિદેશી રોકાણકારોના પરત ફરવાનું કારણ ગણાવ્યું છે.

Leave a Reply