સેન્સેક્સ 813 અંક ઘટીને 74,764 પર બંધ

શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 813 પોઈન્ટના ઘટાડા સાથે 74,764 પર બંધ થયો. નિફ્ટી પણ 204 પોઈન્ટ નીચે આવી ગયો, તે 23,432 પર બંધ થયો. બેન્કિંગ, રિયલ્ટી અને IT શેરોમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો.

કરમતારા એન્જિનિયરિંગ, એલસીસી પ્રોજેક્ટ્સ, સ્ટીમહાઉસ ઇન્ડિયા, મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને રેન્ટોમોજોના IPO ઓપન થઈ ગયા છે. આમાં 11 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે.

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ52786-628-1.18%
નાસ્ડેક26421-86-0.32%
S&P 5007674-45-0.58%

આ પહેલાં ગઈકાલે એટલે કે 8 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 555 અંક ઘટીને 75,578 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 144 અંક ઘટ્યો, તે 23,635 પર આવી ગયો.

Leave a comment