નેપાળ પૂર સંકટમાં 288 ભારતીયો સંપર્કવિહોણા, 21ને બચાવી લેવાયા

નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સત્તાવાર વિગતો જાહેર કરી છે. નવી દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાને કારણે હાલ આશરે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ભારત સરકાર નેપાળની સરકાર સાથે સતત સંકલનમાં છે અને ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુના 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

રણધીર જયસ્વાલે જણાવ્યું કે આજે 1 વાગ્યા સુધીમાં અમે 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળ રહ્યા છીએ. આ તમામ 21 લોકો તમિલનાડુના છે જેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા. અમે તેમના નામોની યાદી અમારા સત્તાવાર ‘X’ હેન્ડલ પર જાહેર કરી રહ્યા છીએ.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો હતો. ભારતે પડોશી ધર્મ નિભાવીને મોટા પાયે માનવીય સહાય અને રાહત સામગ્રીની ખેપ મોકલી આપી છે તેમજ જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેસ્ક્યુ અને રાહત કામગીરી ચાલુ રહેશે.

Leave a comment