પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ એક અરજદારને છેતરપિંડીથી ગુમાવેલા રૂ. 19 લાખ પરત અપાવ્યા છે. આ રકમ પુણેના અરજદારને કચ્છમાં હોટલ વ્યવસાયના નામે થયેલી છેતરપિંડી બાદ પરત મળી છે.
પુણેના અરજદારે કચ્છમાં હોટલ વ્યવસાય કરવાના નામે થયેલી છેતરપિંડી અંગે LCB કચેરીમાં અરજી કરી હતી. છેતરપિંડી કરનાર સાથે સમાધાન થયા બાદ, અરજદારે પોતાની રકમ પરત મેળવવા પોલીસને રજૂઆત કરી હતી.LCB ટીમે આ અરજીને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે રકમ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી.
પોલીસની સતત મહેનત અને સંકલિત કામગીરીના પરિણામે અરજદારને રૂ. 19 લાખની રકમ પરત અપાવવામાં સફળતા મળી.’તેરા તુજકો અર્પણ’ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોની ગુમ થયેલી અથવા વિવિધ કારણોસર અટવાયેલી મિલકત અને રકમ શોધી, કાયદેસરની પ્રક્રિયા બાદ મૂળ માલિક સુધી પહોંચાડવાનો છે.
