શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 104 પોઈન્ટના ઘટાડા સાથે 78,181 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 32 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,399 પર બંધ થયો. મેટલ અને રિયલ્ટી શેર્સમાં આજે વધુ વેચવાલી જોવા મળી. જ્યારે IT અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં વધુ ખરીદી જોવા મળી.
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ચેન્જ | ટકાવારી ફેરફાર |
| ડાઉ જોન્સ | 53056 | +156 | +0.29% |
| નાસ્ડેક | 26121 | +288 | +1.12% |
| S&P 500 | 7537 | +54 | +0.72% |
આ પહેલા ગઈકાલે એટલે કે 6 જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 521 પોઈન્ટના ઉછાળા સાથે 78,285 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો વધારો થયો હતો, જે 24,430 પર બંધ થયો હતો.
