ગુજરાત રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા વેધર બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશમાં ચોમાસું વ્યાપક રીતે સક્રિય રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારી, તાપી, દમણ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, ગુજરાતના બાકીના તમામ વિસ્તારો અને રાજસ્થાન તથા હરિયાણામાં આગળ વધી ચૂક્યું છે. હાલમાં પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો પર એક ‘વેલ-માર્ક્ડ લો પ્રેશર’ સિસ્ટમ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ધીમે-ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળી પડી શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય કેરળ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓફ-શોર ટ્રફ પણ સક્રિય છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
સ્થાનિક સ્તરે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને એક કે બે વખત ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જે ક્યારેક ભારે પણ હોઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ (જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી ઓછું છે) અને ન્યૂનતમ તાપમાન 26.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સાંજે 97% સુધી પહોંચી ગયું હતું.
