અદાણી મેડિકલ કોલેજમાં નવા ડીનની નિમણુંક

ભુજ સ્થિત કચ્છની એક માત્ર અદાણી મેડિકલ કોલેજના નવા ડીન તરીકે ડો. અજીતકુમાર ખીલનાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે.કોલેજના પૂર્વ ડીન ડો. એ.એન.ઘોષ વય મર્યાદાને લઈને નિવૃત થતા તેમની જગ્યાએ વરાયેલા ડો.ખીલનાનીએ નવા હોદ્દાનો કાર્યભાર સંભાળી લીધો છે.

તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કચ્છમાં  ગેઈમ્સ ખાતે  તબીબી અને મેડિકલ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃત હોવાથી  બહોળો અનુભવ ધરાવતા ડો.ખીલનાની ઈ.એન.ટી.સર્જન છે.

ગેઈમ્સમાં તેમની નિમણૂંક કાન,નાક અને ગળાના સર્જન તરીકે અને એસોસિયેટ પ્રોફેસર તરીકે  કરવામાં આવી હતી.ડીન તરીકેની નિયુક્તિ  પહેલા તેઓ કોલેજમાં પ્રોફેસર અને ઇ. એન.ટી.વિભાગના હેડ તેમજ આસિ.ડીન તરીકે કાર્યરત હતા.

Leave a comment