અદાણી ગ્રીન એનર્જી એ ૨૦ ગીગાવોટની કાર્યરત રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો આંક વટાવ્યો

ભારતની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૨૦ ગીગાવોટની કાર્યરત રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફત આ સીમાચિહ્ન હાંસલ કરનારી ભારતની પ્રથમ રિન્યૂએબલ એનર્જી કંપની બની છે. બાવન અબજ યુનિટથી વધુ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરતી અદાણી ગ્રીનનું યોગદાન ભારતના વીજ વપરાશના લગભગ ૩ ટકા છે. જે ન્યુયોર્કને એક વર્ષ માટે તથા સમગ્ર મુંબઈ અને નવી દિલ્હીને સંયુક્ત રીતે વીજળી માંગ સંતોષવા જેટલું છે.

તમિલનાડુના કામુથી ખાતે અદાણી ગ્રીન એનર્જીના વર્ષ ૨૦૧૬માં પ્રથમ રિન્યૂએબલ એનર્જી પ્રકલ્પ કાર્યરત કર્યાના એક દાયકામાંજ હાંસલ કરવામાં આવેલું આ સિમાચિહ્ન ભારતના સૌથી વિરાટ અને ઝડપી ગ્રીનફિલ્ડ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ઉમેરો દર્શાવે છે. ગત નાણા વર્ષ 2026 માં કંપનીએ ૫,૦૫૧ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરી હતી  જે ચીન બાદ સૌથી મોટી વાર્ષિક રિન્યૂએબલ એનર્જી ક્ષમતા છે.

અદાણી ગ્રીન એનર્જી લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ માં રિન્યૂએબલ એનર્જી ૨૦ ગીગાવોટને વટાવી તે ગ્રોથ દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીના ભાગીદારો અને કાર્યક્ષમ ટીમનું બળ આજે મુંબઈ અને નવી દિલ્હીની સંયુક્ત વાર્ષિક વીજ જરૂરિયાતને સંતોષી શકે તેટલી માત્રામાં રિન્યૂએબલ એનર્જી પહોંચાડવા સાથે દેશની ઉર્જા સુરક્ષાને સુદ્રઢ કરે છે.

ગત ૨૬ જૂને લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે લંડન ક્લાઇમેટ એક્શન વીકના ઉદ્ઘાટન પ્રસંગે અદાણી ગ્રીન એનર્જી ડાયલોગમાં શ્રી અદાણીના સંબોધન બાદ આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અહીં સાગર અદાણીએ ઉર્જા સુરક્ષાને મજબૂત કરી પોષણક્ષમતા સુધારવા અને ચોવીસ કલાક વિશ્વસનીય, સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે મોટા પાયે સંગ્રહ સાથે સંકલિત નવીનીકરણીય ઉર્જા વડે વીજળીકરણને વેગ આપવાની હિમાયત કરી હતી.

તેમણે વિગતો આપતા કહ્યું હતું કે કંપનીની કાર્યરત ક્ષમતામાં લગભગ ૧૪.૨ ગીગાવોટ  સૌર, ૨.૭  ગીગાવોટ પવન અને ૩.૩ ગીગાવોટ પવન-સૌર હાઇબ્રિડ શામેલછે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીએ ૩.૫૫ GWh ક્ષમતા

AGEL’s 20 GW renewable milestone equivalent to:Powering over 9 million households Generation of over 52 billion units, nearly equivalent to the annual electricity consumption of New York city or the two major metro cities of India: Mumbai & New Delhi combinedCarbon emissions offset of over 37 million tonnes annuallyCarbon emissions offset equivalent to: Carbon sequestered by 1,772 million trees8.1 million cars off the road

ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ કાર્યરત કરવા સાથે આ ચીન સિવાય અને વૈશ્વિક સ્તરે ઝડપથી અમલમાં મુકાયેલી સ્ટોરેજ સિસ્ટમમાંની એક છે.

મિશ્રિત વીજ ઉત્પાદનમાં  રિન્યૂએબલ એનર્જીમાં ભારતનો સિંહફાળો હોવાથી વિશ્વસનીય, ડિસ્પેચેબલ સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે બેટરી સ્ટોરેજની ભૂમિકા મુખ્ય બની છે તેની મહત્તા સમજાવતા શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે ચાલુ નાણા વર્ષમાં કલાકના ૧૦ ગીગાવોટ બેટરી સ્ટોરેજ ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં આ ક્ષમતાને ૫૦ ગીગાવોટ કરવાની કં૫નીની યોજના છે.

ગુજરાતના કચ્છના ખાવડામાં ૫૩૮ ચોરસ કિ.મી.ની રણ વિસ્તાર જમીનમાં આકાર લઇ રહેલા અને વિકાસના આગામી તબક્કાનું કેન્દ્રબિંદુ રહેલા અદાણી ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટની આયોજિત ક્ષમતા ૩૦ ગીગાવોટ છે. હાલ આ સ્થળે ૯.૫ ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતા કાર્યરત છે..

Leave a comment