ભારતના સૌથી ઝડપથી વિકસતા એરપોર્ટ પૈકીના એક, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે તેના નવા એવિએશન ફ્યુઅલ સ્ટેશન (AFS)ને કાર્યરત કરીને તેના એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવ્યું છે.
અમદાવાદ ઓપન એક્સેસ એ દેશનું સૌથી મોટું સ્ટેન્ડઅલોન રિફ્યુઅલર-આધારિત ઈન્ટુ-પ્લેન ઓપરેશન છે. 8,000 KL (કિલોલીટર) ક્ષમતાની આ નવી સુવિધા શરૂ થવાથી એકંદર કામગીરી વધુ મજબૂત થશે. સંગ્રહની આ વધેલી ક્ષમતા રિફ્યુઅલિંગની વિશ્વસનીયતામાં સુધારો કરશે અને એરપોર્ટ પર જેટ ફ્યુઅલ સપ્લાય માટે વધુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.
વધતી જતી ફ્લાઇટ કામગીરીને ટેકો આપવા ડિઝાઇન કરાયેલી આ સુવિધા સુરક્ષા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે. આશરે 27,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ ફ્યુઅલ ફાર્મની સંગ્રહ ક્ષમતા 8,000 KL છે, જેમાં ચાર સ્ટોરેજ ટેન્ક અને એરક્રાફ્ટમાં ઝડપી અને સીમલેસ ઇંધણ ભરવા માટે 17 રિફ્યુઅલર્સનો કાફલો છે. કામગીરીને વધુ મજબૂત કરવા બે ઉચ્ચ ક્ષમતાવાળા રિફ્યુઅલર્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અદ્યતન ફ્યુઅલ ફિલ્ટરેશન અને ક્વોલિટી-કંટ્રોલ સિસ્ટમ્સ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વચ્છ અને સુરક્ષિત સપ્લાય સુનિશ્ચિત કરે છે, જ્યારે ઓટોમેટેડ, RFID-સક્ષમ સિસ્ટમ્સ રિયલ-ટાઇમ મોનિટરિંગ અને બહેતર ચોકસાઈ પ્રદાન કરે છે.
આ સુવિધા વૈશ્વિક માપદંડોને અનુરૂપ મજબૂત ફાયર સેફ્ટી અને ઇમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધરાવે છે. તેનાથી ભવિષ્ય માટે સુસજ્જ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે એરલાઇન્સ માટે કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરશે અને અમદાવાદથી હવાઈ કનેક્ટિવિટીના વિકાસને ટેકો આપશે.
