જી. કે. જન. હોસ્પિ.ના સર્જરી વિભાગના તબીબોએ ગર્મીના દિવસોમાં પેટની સમસ્યાથી બચવા સૂચવ્યા ઉપાયો

ગર્મીની ઋતુમાં લૂ લાગવી સામન્ય બાબત છે પરંતુ આ ઋતુમાં જો સંભાળ રાખવામાં ન આવે તો અનેક કારણોસર પેટની તકલીફ પણ જોવા મળે છે.અને પીડિતને આ સમસ્યા પરેશાન કરી દે છે.આ ઋતુ દરમિયાન પેટમાં દર્દ,ગેસ,અપચો,એસિડિટી,છાતીમાં જલન અને પેટ ફૂલવું અને ડી હાઇડ્રેસનની  સમસ્યા ખાસ જોવા મળે છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા મુજબ આ ઋતુમાં ઘણીવાર લોકો પૂરતું પાણી પીવાનું ટાળે છે.પાણીની કમીને કારણે પેટના બેક્ટેરિયાને વિકાસ કરવાનો અનુકૂળ માહોલ મળી જાય છે,જેથી પાચન સંબંધી સમસ્યા વધી જાય છે.જો પેટની સમસ્યા વધી જાય તો તેને નજર અંદાઝ કરવાને બદલે ચિકિત્સકની સલાહ લેવી જરૂરી બની જાય છે.

ગરમીના દિવસોમાં ચરબીયુક્ત ખોરાક હાનિકારક હોય છે,જેથી અપચાની ફરિયાદ પણ વધી જાય છે. સામાન્ય રીતે આ ઋતુમાં લોકો પેટને ઠંડક મળશે એવું  સમજીને વધુ ઠંડકવાળી ચીજ વસ્તુ ખાય છે,પરંતુ ઠંડક અને ખાંડને કારણે સમસ્યા ઘટવાને બદલે વધે છે.ઉપરાંત ડેરી ઉત્પાદન પણ કેટલાકને તાસીર મુજબ વિપરીત અસર કરે છે.

ઉનાળામાં પેટના દર્દથી બચવા માટેના ઉપાયો અંગે તબીબોએ કહ્યું કે,જો કોઈ સમસ્યા ન હોય તો અઢી થી ત્રણ લિટર પાણી પીવું જોઈએ,લીંબુ પાણી,નાળિયેર પાણી વિગેરે પેટનું PH જાળવવામાં મદદ રૂપ થાય છે. પેટની ગર્મી શાંત થાય તે માટે દહીં, છાસ, રાયતું,લસ્સી સરળ ઉપાય છે.તરબૂચ,સક્કરટેટી,કાકડી જેવા મૌસમી ફળો લેવા ફાયદારૂપ હોય છે તેમજ ખાસ તો બહારનું ખાવાનું બંધ કરી ઘરનો તાજો ખોરાક લેવો તેમજ વધુ પડતી ચા, કોફી અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સથી દૂર રહેવું.

પેટની ગર્મી વધી જવાનું કારણ:

પેટની ગર્મી વધવાના અનેક કરણો છે,જેમાં વધારે પડતાં તૈલી અને મસાલેદાર ભોજનનું સેવન,ખાણી પાણીમાં અનિયમિતતા, મોડી રાતે ભોજન કરવાથી જેથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે, પાણીની ઘટથી એસીડીટીની માત્રા વધે છે, વધુ પડતા કેફિનથી પણ છાતીમાં જલન થાય છે ,તણાવ અને ચિંતા શરીરમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે,જેથી પણ પેટની ગરમી વધે છે.આવા કારણોને લઈને જો વારંવાર ઝાડા – ઊલટી,પેટમાં જલન અને વજનમાં ચડાવ – ઉતાર જણાય તો તબીબની સલાહ અચૂક લેવી.

Leave a comment