અદાણી ગ્રીન એનર્જી એ મેરકોમ ઈન્ડિયા સોલર માર્કેટ લીડર બોર્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું

સમગ્ર ભારતીય સૌર પુરવઠા શૃંખલામાં અદાણી ગ્રીન એનર્જી એ ડંકો વગાડ્યો છે. અદાણી ગ્રીન એનર્જી 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ટોચના યુટિલિટી-સ્કેલ સોલાર પ્રોજેક્ટસ ડેવલપર તરીકે ઉભરી આવી છે. મેરકોમ ઈન્ડિયા સોલર માર્કેટ લીડરબોર્ડના રિપોર્ટમાં અદાણી ગ્રીન સૌથી વધુ ક્ષમતા વૃદ્ધિ સાથે જૂન-2024 સુધીમાં સૌથી વધુ સંચિત સ્થાપિત ક્ષમતા ધરાવતી કંપની સાથે ટોચનો ક્રમ હાંસલ કર્યો છે. મેરકોમ ઈન્ડિયા એ સમગ્ર ભારતના સૌર ઉદ્યોગના અગ્રણીઓનું સૌથી સચોટ અને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.  

તાજેતરમાં પ્રકાશિત મેરકોમ ઈન્ડિયાના સોલર માર્કેટ લીડર અહેવાલમાં સૌર કંપનીઓના બજાર હિસ્સામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ભારતે 1H 2024 દરમિયાન સોલર ક્ષમતામાં 12.8 GWની વૃદ્ધિ કરી છે. જૂન 2024 સુધીમાં દેશની સંચિત સ્થાપિત સૌર ક્ષમતા લગભગ 85.5 GW હતી. જે 1H 2023 થી 228.3% વધુ છે. મેરકોમ ઈન્ડિયાના 1H 2024 માં કુલ 37 કંપનીઓએ વિવિધ શ્રેણીઓમાં ટોચના દસ રેન્કિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. 1H 2024ના લેટેસ્ટ લીસ્ટમાં સૌર ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવતી અગ્રણી કંપનીઓમાં અદાણી ગ્રીને મેદાન માર્યુ છે.  

આ અહેવાલ સમગ્ર સૌર પુરવઠા શૃંખલામાં બજારના લેન્ડસ્કેપની વ્યાપક ઝાંખી પૂરી પાડે છે. જેમાં માર્કેટ લીડર્સની પ્રોફાઇલ્સ, વિગતવાર ઇન્સ્ટોલેશન અને સપ્લાય ડેટા, વાર્ષિક રેન્કિંગ ફેરફારો, 1H 2024 માં ટોચની દસ કંપનીઓનો માર્કેટ શેર અને સંચિત બજાર ડેટાનો સમાવેશ થાય છે. મેરકોમ રિપોર્ટ સમગ્ર સપ્લાય ચેઇનના માર્કેટ લેન્ડસ્કેપને પણ આવરી લે છે.

કારોબારી વર્ષ 2023-24માં અદાણી ગ્રીન એનર્જીએ તેના પોર્ટફોલિયોમાં 2.8 GW નો નોંધપાત્ર વધારો કરી દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બની ગઈ છે. કંપનીએ ગત વર્ષે તેના સોલર પાવર પોર્ટફોલિયોમાં 2418 મેગાવોટ અને તેના વિન્ડ પાવર પોર્ટફોલિયોમાં 430 મેગાવોટનો ઉમેરો કર્યો છે. 

AGEL પાવર જનરેશનના ડીકાર્બોનાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી ભારતને ટકાઉપણાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે છે. યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટલે અદાણી ગ્રૂપને #1 વૈશ્વિક સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકે સ્થાન આપ્યું છે.

Leave a comment