અદાણી પરિવાર દ્વારા દાનમાં 16% નો વધારો, શિક્ષણને ટોચની પ્રાથમિકતા

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારતના દાનવીરોની યાદીમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. નાણાકીય વર્ષ 2024માં તેમણે .330 કરોડની માતબર રકમનું યોગદાન આપ્યું છે. 2023ની સરખામણીમાં અદાણી પરિવારે આપેલા દાનની રકમમાં 16% નો વધારો નોંધાયો છે. દાનની રકમમાં કરાયેલ વધારો અદાણી ગ્રૂપની સમાજીક જવાબદારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના પરિવારે વર્ષ 2024માં ₹.330 કરોડનું દાન આપ્યું છે. પ્રતિષ્ઠિત એડલગીવ-હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024માં ગૌતમ અદાણીએ પાંચમું સ્થાન મેળવ્યું છે. અદાણી જૂથ દ્વારા કરવામાં આવેલા દાનનો સદુપયોગ અદાણી અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક આરોગ્ય જેવા કાર્યક્રમોમાં કરવામાં આવે છે.

અગાઉ 2022 માં, ગૌતમ અદાણીએ તેમના 60મા જન્મદિવસ અને તેમના પિતા શાંતિલાલ અદાણીની 100મી જન્મજયંતિ નિમિત્તે ₹.60,000 કરોડનું દાન આપ્યું હતું. તેનો ઉદ્દેશ ભારતમાં લાંબા ગાળાની સામાજિક જરૂરિયાતોને પૂરી પાડવાનો હતો, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતા સાથે આત્મનિર્ભર અને વધુ સશક્ત ભારતનું નિર્માણ કરવામાં મદદ મળી હતી.

એડેલગીવ-હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024માં પ્રતિબિંબિત થયા મુજબ શિક્ષણ એ ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલ પરોપકારી કારણ બની રહ્યું છે.  તાજેતરમાં ગૌતમ અદાણીએ ‘યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી’ માટે ₹.100 કરોડનું દાન આપ્યું હતું.

અદાણી ગ્રુપ માટે શિક્ષણ કેન્દ્રિય આધારસ્તંભ છે. આ વર્ષે શૈક્ષણિક સંસ્થાઓ, શિષ્યવૃત્તિઓ અને માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ ઉપરાંત અનેક પરોપકારી કાર્યો માટે ₹.330 કરોડનું દાન આપવામાં આવ્યું છે. અદાણી જૂથના પ્રયાસોમાં શાળાઓનું નિર્માણ, વંચિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવી, ગ્રામીણ ભારતમાં શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ માટે સ્થાનિક સરકારો સાથે ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે.

ગૌતમ અદાણીએ અગાઉ 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટની 13 મી આવૃત્તિમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેમાં તેમની કુલ સંપત્તિ ₹.11.6 લાખ કરોડની હતી. ફોર્બ્સ ઈન્ડિયાના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં પણ ગૌતમ અદાણી સૌથી વધુ ડોલર ગેઈનર તરીકે ઉભરી આવ્યા હતા.

Leave a comment