નવલા નોરતાની ઉજવણીમાં હવે માત્ર ત્રણ રાત્રિ બાકી રહી છે, ત્યારે રાસ ગરબા રમી માં અંબેની આરાધનામાં સામેલ થવા ખેલૈયાઓ પુરા ભાવથી ગરબે ઘુમવા પહોંચી રહ્યા છે. ભુજ શહેરમાં માત્ર સનાતન સમાજના લોકોને કુમકુમ તિલક સાથે પ્રવેસ આપતી હિન્દૂ યુવા સંઘઠન આયોજીત નવરાત્રિમાં સાતમાં નોરતે વિશાળ મેદાન રાસ રસિકોની હાજરીથી જાણે ટૂંકું પડી રહ્યું હોય એવો જાજરમાન માહોલ દેખાયો હતો. આનંદ ઉલ્લાસભેર ગરબા ઘુમતા લોકો ની સલામતી માટે સંઘઠનના સભ્યો ખડેપગે આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
