મેઘપર બોરીચી વિસ્તારમાં અને આદિપુરના છેવાડાનુ અંડર બ્રિજનું કામ અટકતા સ્થાનિક લોકો અનશન પર ઉતરી ગાંધી ચીંધ્યા માર્ગ પર ઉતરશે તેમ સંકલન સમિતિ દ્વારા જણાવાયું હતું.
લીલાશાહ અંડર બ્રિજનું ખાતમુહૂર્ત નું કામ માર્ચ મહીના મા અંજારના ધારાસભ્ય ત્રીકમભાઈ છાગા તથા ગાંધીધામ ના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં કરાયું હતું, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. જેથી કરીને મેઘપર બોરીચીમાં 80 થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ રચી જેમા 11લોકોની કમિટી રચવામાં આવી છે. આ લડતના માર્ગદર્શક રામભાઈ કપ્તા છેલ્લા દસ વર્ષ થયા અનેક જગ્યાએ રજૂઆત કરી હતી, પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન મળતા હવે લોકો કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે અને ત્યારબાદ રેલ્વે ફાટક પાસે અનશનના ધરણા પર બેસશે તેમ રામભાઈ દ્વારા જણાવ્યું હતું. રાજ્ય સભાના સાંસદ અને વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને ફોન પર આ વિશે ચર્ચા કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, તેના પ્રત્યુતરમાં એવો જવાબ મળ્યો કે અમારી સરકાર નથી તમારા વિસ્તારમાં કે નથી દિલ્હીમાં જેથી કરીને અમે આ કામ માટે સંલગ્ન નથી અને ચૂંટાયેલા હોદ્દેદારો કે પદ અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ પણ જાતનો રસ નથી. જેથી કરીને સમિતિ દ્વારા પોતે જ આત્મનિર્ભર બનીને આ અંડર બ્રિજ માટે લડત ચાલુ રાખશું તેમ તેમણે ઉમેર્યું હતું. સમિતિના સંયોજક રાજેશભાઈ લાલવાણી, સહ સંયોજક યોગેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ આહીર, રાધાબેન વૈષ્ણવ, પંકજ પટેલ, સુરેશ પટેલ તથા વિવિધ સોસાયટીઓના પ્રવાસીઓ દ્વારા ચીમકી ભર્યું આંદોલન કરાશે તેમ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, લીલાશાહ રેલવે ક્રોસીંગ પર રોજ 100થી વધુ ટ્રેનો પસાર થાય છે જેના કારણે રોજના કલાકો સુધી ફાટક બંધ રહે છે.
બે વાર ખાતમૂહુર્ત થયા બાદ પણ કામ ચાલુ ન થતા હજારો લોકો રોજ થઇ રહ્યા છે પરેશાન
