સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાપર પોલીસ લાઇનમાં પોલીસ કર્મીઓએ સફાઇ કાર્ય હાથ ધર્યું

રાપર પોલીસ લાઇન ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ પોલીસ કર્મચારીઓ દ્વાર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાપર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વિવિધ પોસ્ટ ધરાવતા કર્મચારીઓએ આજે વહેલી સવારે વિસ્તારમાં ફર્યા હતા અને ફેલાયેલા કચરાને એકત્ર કરી અન્ય સ્થળે નિકાલ કર્યો હતો. ખાસ યુનિફોર્મમાં સજ્જ પોલીસ જવાનોના સફાઈ કાર્યથી નગરમાં સ્વચ્છતાનો સંદેશ પણ વહેતો થયો હતો.

બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર.મોથલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી આજે રાપર પોલીસ લાઇન ખાતે રાપર પી.આઈ. જે.બી. બુબડીયા, પીએસઆઇ જી.બી. માજીરાણા, પીએસઆઇ આરઆર આમલીયારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ લાઇન ક્વાર્ટરમા રહેતા પોલીસ પરિવારજનોની સ્વાસ્થ્ય જાળવણી અંતર્ગત મ પોલીસ ક્વાર્ટર અને આસપાસના વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યમાં રાપર પોલીસ મથકના મોટાભાગના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Leave a comment