4 રાજ્યોના ચૂંટણી પ્રભારી જાહેર

~ નીતિન પટેલ રાજસ્થાનના સહપ્રભારી

ભાજપે 4 ચૂંટણી રાજ્યોમાં પોતાના સંગઠનના પ્રભારીની નિમણૂક કરી છે. પ્રહ્લાદ જોશીને રાજસ્થાન, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ, ઓપી માથુરને છત્તીસગઢ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

પાર્ટીએ તેની સાથે સહ પ્રભારીઓની નિમણૂક કરી છે. આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ સિવાય અન્ય તમામ રાજ્યોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોની સરકાર છે.

ભાજપે રાજસ્થાનની આગામી વિધાનસભા માટે નીતિન પટેલને મોટી જવાબદારી સોંપી છે. નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા છે. કુલદીપ બિશ્નોઈને પણ સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે બિશ્નોઈ હરિયાણાના નેતા છે અને તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાયનો ઘણો પ્રભાવ છે. તેમજ કુલદીપ બિશ્નોઈને બિશ્નોઈને સમાજ લીડર માનવામાં આવે છે.

ચૂંટણી પ્રભારીની જવાબદારી
રાજસ્થાન – પ્રહ્લાદ જોશી
છત્તીસગઢ- ઓમપ્રકાશ માથુર
મધ્યપ્રદેશ- ભૂપેન્દ્ર યાદવ
તેલંગાણા- પ્રકાશ જાવડેકર

Leave a comment