~ ૩૦૦ મેગાવોટની ડેટા સેન્ટર ક્ષમતાનું આયોજન ધરાવતો આ પાર્ક ૧૦૦% રિન્યુએબલ એનર્જીથી સંચાલિત હશે
- સંકલિત ડેટા સેન્ટર અને ટેકનોલોજી બિઝનેસ પાર્કમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર પણ હશે
- ભારતના સૌથી મોટા હાઇપરસ્કેલ ડેટા સેન્ટરનો આ પાર્કમાં સમાવેશ થશે
- સ્થાનિક સમુદાય માટે ઘણી નોકરીઓ પેદા કરવાનો પ્રોજેક્ટનો હેતુ
- વિઝાગને અન્ય ટેક્નોલોજી હબ અને IT ઇકોસિસ્ટમ સાથે જોડતા APAC પ્રદેશમાં આ પ્રોજેક્ટ વિકાસના નવા દરવાજા પણ ખોલશે.
અદાણી ગ્રૂપ પ્રદેશમાં સ્થાનિક ટેક્નોલોજી ઇકોસિસ્ટમને વેગ આપવા માટે વિઝાગમાં ‘ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર એન્ડ ટેકનોલોજી બિઝનેસ પાર્ક’ વિકસાવી રહ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગન મોહન રેડ્ડી,અદાણી સમૂહના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ અદાણી અને અદાણી પોર્ટ્સના સી.ઈ.ઓ.અને પૂર્ણકાલિન ડાયરેક્ટરની ઉપસ્થિતીમાં તા.૩જી મેએ વિઝાગમાં પાર્ક સાઈટ પર ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ યોજાયો હતો.
ડેટા સેન્ટર, ટેક્નોલોજી અને બિઝનેસ પાર્ક તેમજ કૌશલ્ય વિકાસ કેન્દ્ર ધરાવનારા આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયો માટે નોકરીઓનું સર્જન કરવા સાથે વિઝાગને APAC (એશિયા-પેસિફિક) IT ઇકોસિસ્ટમ સાથે જોડતા આ પ્રદેશમાં વિકાસની નવી ક્ષિતીજો ખોલશે.
AdaniConneXએ અદાણી ગ્રૂપ અને EdgeConneX વચ્ચે ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે, જે પાર્કમાં ૩૦૦ મેગાવોટની સંકલિત ડેટા સેન્ટર સુવિધાનું આયોજન કરશે. આ પાર્ક સંપૂર્ણ રીતે રિન્યુએબલ એનર્જીથી સંચાલિત હશે અને પ્રદેશમાં ક્લાઉડ અને ઉભરતી ટેક્નોલોજીને ખિલવવામાં મદદ કરવા માટે મજબૂત સબમરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ આ સંકલિત સુવિધા ભારતમાં સૌથી મોટા હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પૈકીની એક હશે.
અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આપણું જગત ડેટા જનરેટ કરી, તેને સંગ્રહ અને એક્સેસ કરવાની તેમજ ખસેડવાની આપણી ક્ષમતાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આગળ વધી રહેલ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, હાઇ ડેફીનિશન કન્ટેન્ટ અને મોટા પાયે ડિઝીટલાઇઝેશનને ધ્યાને લેતા કોમ્પ્યુટ અને સ્ટોરેજની જરુરિયાત વધી રહી છેરિન્યુએબલ એનર્જી માટે જમીનના ભૌગોલિક લાભો અને લાંબા દરિયાકિનારા સાથે આંધ્રપ્રદેશ માત્ર આપણા દેશ માટે જ નહીં, પરંતુ જે રાષ્ટ્રોમાં જમીન અથવા ઉર્જાની અછત છે તેઓ માટે ડેટા સેન્ટર પાર્કનું આયોજક બનવા માટે શ્રેષ્ઠ છે. અમારા પોર્ટ્સ, ડેટા સેન્ટર્સ અને ગ્રીન એનર્જીની ક્ષમતાઓ દ્વારા અદાણી ગ્રૂપ જે લાવે છે તે ડેટા સેન્ટરની દુનિયામાં બેનમૂન વ્યૂહાત્મક સંલગ્નતાઓનું અજોડ શક્તિશાળી સંયોજન છે. એમ તેમણે કહ્યું હતું.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે “અદાણી ગ્રૂપ દ્વારા ૩૦૦ મેગાવોટની ક્ષમતાના ડેટા સેન્ટરોની સ્થાપના સિંગાપોરથી સબમરીન કેબલ નાખવાની સુવિધા માટેનો માર્ગ આસાન કરશે અને બ્રોડબેન્ડ સેવાઓની ભાવિ ગતિશીલતાને બદલવામાં મદદ કરશે, ટેક્નોલોજી પાર્ક વિઝાગને ટાયર-1 શહેરમાં આગળ ધપાવશે જે તેને શક્તિ આપવા માટે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોનો ઉપયોગ કરશે.
અગાઉ રાજ્યમાં રોકાણ કરાયેલા રૂ.૨૦ હજાર કરોડની શિરમોર ટોચે આ રોકાણ હશે, જેણે ૧૮,હજારથી વધુ સીધી અને ૫૪ હજાર પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. આંધ્ર પ્રદેશમાં બંદરો, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી સહિતના અનેક ક્ષેત્રોમાં અદાણી સમૂહનું રોકાણ વિસ્તરેલું છે. ગ્રૂપ કૃીષ્ણાપટ્ટનમ અને ગંગાવરમ ખાતે રાજ્યના બે સૌથી મોટા ખાનગી બંદરોનું સંચાલન કરે છે અને રાજ્યમાં ૧૫ હજાર મેગાવોટ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ અને વાર્ષિક દશ મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટે પણ પ્રતિબદ્ધ છે.
EdgeConneX ની ટીમ દ્વારા સમર્થિત અને વિશ્વની કેટલીક સૌથી મોટી અને સૌથી વધુ માંગ ધરાવતી ટેક્નોલોજી અને ક્લાઉડ ફર્મ્સ માટે ડેટા સેન્ટર્સનું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાના તેમના એક દાયકાથી વધુના અનુભવની તાકાતથી AdaniConneX 1 GW હાયપરલોકલથી હાઇપરસ્કેલ પહોંચાડવાની તેની યોજનાનો ઝડપથી અમલ કરી રહ્યું છે. AdaniConneX ના વ્યૂહાત્મક રોકાણના રોડમેપનો ડેટા સેન્ટરની સૂચિત સુવિધા ભાગ હશે અને ભારતનું સૌથી મોટું સંકલિત ડેટા સેન્ટર પ્લેટફોર્મનું નિર્માણ કરતું હોવાના કારણે તે અન્ય સ્થળો માટે રોકાણના એક મોડેલ તરીકે સેવા આપશે.
AdaniConneX વિશે
AdaniConneX, Adani Enterprises અને EdgeConneX વચ્ચેનું 50:50 સંયુક્ત સાહસ છે. ભારતમાં ડેટા સેન્ટર લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવાના વિઝન સાથે તેની સ્થાપના કરવામાં આવી છે. AdaniConneX એ ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર અદાણી ગ્રુપ અને વિશાળ ખાનગી ડેટા સેન્ટર ઓપરેટર્સ પૈકીના એક EdgeConneXની પૂરક ક્ષમતાનો લાભ લઈને પર્યાવરણીય અને સામાજિક રીતે સભાન 1GW ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવાની તેની કલ્પના છે. ડેટા સેન્ટર સોલ્યુશન્સે સંશોધકોની ભૂમિમાં મહત્વાકાંક્ષાને વેગ આપવા માટે આગળ રહેવાની જરૂર છે. તદ્દનુસાર AdaniConneX ડિજિટલ ઈન્ડિયાના આ વિઝનને પ્રતિબિંબિત કરે છે.
