કાનપુરમાં ગુરુવારે સવારે 11:50 વાગ્યે એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું. અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા પાયલટ અને ટ્રેનીનું મોત થયું. આ દુર્ઘટના ગંગા બેરેજ પાસે થઈ. જે સમયે વિમાન હવામાં ડગમગ્યું, ત્યારે તે લગભગ 100 ફૂટ ઉપર હતું. બેલેન્સ ગુમાવ્યા બાદ વિમાન વૃક્ષો સાથે અથડાઈને નીચે પડ્યું. પછી જોરદાર ધડાકો થયો.
દુર્ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લગભગ 12:15 વાગ્યે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. વિસ્તારને ઘેરી લીધો. પોલીસે લોહીલુહાણ પાયલટ સચિન ભાટિયા (ગુજરાતના) અને ટ્રેની અભિષેક પૂજારી (કર્ણાટકના)ને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સંબંધિત કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ઊંચાઈ પરથી પડ્યા બાદ વિમાન કાટમાળમાં ફેરવાઈ ગયું. કોકપિટ પાસે ફસાયેલો એક પાયલટ દેખાઈ રહ્યો છે. બીજો ગંભીર હાલતમાં વિમાનથી થોડે દૂર લોહીલુહાણ પડ્યો છે. વિમાનની એક સીટ પણ તૂટીને બહાર પડી હતી.
કાનપુર પોલીસ કમિશનર રઘુબીર લાલે જણાવ્યું- “ટેકનમ કંપનીના ચાર સીટર વિમાને ચકેરી ખાતે ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરથી 11:30 વાગ્યે ઉડાન ભરી હતી. 20 મિનિટ પછી 39 કિમી દૂર નત્થાપુરવા ગામમાં ક્રેશ થયું. પાયલટ પાસે 3000 કલાક ઉડાનનો અનુભવ હતો. ડીજીસીએ (DGCA)ને જાણ કરવામાં આવી છે. હવે તેમની ટીમ તપાસ કરશે.”
પોલીસ કમિશનર રઘુબીર લાલએ જણાવ્યું- ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરથી સવારે 11:30 વાગ્યે 4 સીટર એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. 11 વાગ્યેને 50 મિનિટે અકસ્માત થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. આમાં ગુજરાતના રહેવાસી ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના રહેવાસી ટ્રેઈની અભિષેક પૂજારી હતા.
ટ્રેનર (ઇન્સ્ટ્રક્ટર) વિશે માહિતી ભેગી કરવામાં આવી રહી છે. તેમની પાસે 3000 કલાકનો ઉડાનનો અનુભવ હતો. હાલ DGCAને જાણ કરી દેવામાં આવી છે. તેમની ટીમ તપાસ કરશે. આખો વિસ્તાર સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે.
આ ટેકનમ પ્લેન છે અને તેના વિશે માહિતી મળી છે કે 2023માં તેને ટ્રેનિંગ માટે લાવવામાં આવ્યું હતું. આગળ જે પણ ટેકનિકલ માહિતી DGCA દ્વારા આપવામાં આવશે.
