જી. કે. જનરલ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટની નિમણૂંક

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ  હોસ્પિટલમાં યુરોલોજિસ્ટની નિમણૂંક થવાની સાથે કચ્છમાં મૂત્ર અને કિડની સંબંધી વિવિધ રોગની સારવાર શરૂ કરવામાં આવી છે. ઓપીડી વિભાગમાં રૂમ નંબર ૪૮માં આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં ડો.રાહુલ વી.સી. (MS. MCH Urology) ની યુરોલોજિસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવતા કિડની કે મૂત્રાશયના વિવિધ  ગંભીર રોગોનું વહેલું નિદાન થઈ શકશે અને ગંભીર સ્થિતિ ટાળી શકાશે.

યુરોલોજિસ્ટની નિમણૂંકને પગલે મૂત્ર અને મૂત્રમાર્ગ સંબંધી રોગો જેમકે, કિડની સ્ટોન, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગનો ચેપ, પેશાબમાં લોહી આવવું, કિડનીમાં સોજો થવો, પુરુષોમાં પ્રજનન સમસ્યા,  કિડનીમાં સિસ્ટ, મૂત્ર પ્રવાહની ધારમાં વધઘટ અને અટકી અટકીને પેશાબ થવો તેમજ પુરુષોમાં શુક્રકોષ અને અંડકોષની સમસ્યાનું નિદાન અને સારવાર અત્રે કરાશે.

લેસર  અને એડવાન્સડ એન્ડોસ્કોપી યુરોલોજિકલ સર્જરીના નિષ્ણાત આ ડોક્ટર જન્મજાત મૂત્ર સંબંધી સમસ્યા (કોંજીનિટલ યુરોલોજિકલ પ્રોબ્લેમ), મૂત્રનું ક્યારેક વિપરીત દિશામા જવું (વેસિકો યુરેટેરિક રિફ્લક્સ), મૂત્ર માર્ગનું સંકોચન(સ્ટ્રીકચર્સ ઇન યુરેથ્રા) તેમજ મૂત્રમાર્ગનું છિદ્ર સામાન્ય પ્રમાણથી નાનું અથવા સંકોચાઈ ગયેલ હોય તો (મિટલ સ્ટેનોસિસ)  તેને લગતી જરૂરી સારવાર કરશે.

આ નિમણૂંકથી સંબંધિત દર્દીને કચ્છ બહાર આવવા – જવાનો ખર્ચ અને સમય બચશે.

Leave a comment