રાપર પોલીસે પોક્સો અને અપહરણના ગુનામાં એક મહિનાથી ફરાર મુખ્ય આરોપીને અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે ભોગ બનનારને પણ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસ રાપર પોલીસ સ્ટેશનમાં ગત 04/07/2026 ના રોજ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાયો હતો.
બોર્ડર રેન્જ ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અને ભચાઉ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને તેમની ટીમે આરોપી તથા ભોગ બનનારને શોધવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો હતો.
બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે નરોડા GIDC, અમદાવાદ ખાતે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગણેશપર (પગીવાંઢ) નો રહેવાસી દિનેશ ઉર્ફે જયેશ કરશનભાઈ કોલી નામના મુખ્ય આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એલ. ખટાણા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
