જી.કે.જન.માં ભારતના વિખ્યાત કાર્ડિયલોજીસ્ટે ડોક્ટર્સ ડે નિમિતે આપ્યું માર્ગદર્શન

~ હૃદયરોગ કીડની ને ડાયાબિટીસ એક સાંકળની કડી

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ભારતના જાણીતા હૃદયરોગ નિષ્ણાત અને એડવાન્સ હાર્ટ ફેલ્યુર કન્સલ્ટન્ટ પ્રોફે.ડો.શાહિદ  એ.મર્ચન્ટે એડવાન્સ હાર્ટ ફેલયોર અને કાર્ડિયો – કિડની – મેટાબોલિક વિષય ઉપર પ્રોફેસર્સ, ડોક્ટર્સ અને મેડિકલ વિધાર્થીઓને સતત તબીબી શિક્ષણ (CME ) અંતર્ગત ડોક્ટર્સ ડે નિમિતે માર્ગદર્શન આપ્યું હતું.

મેડિકલ કોલેજના વ્યાખ્યાન કક્ષમાં તેમણે કેસ સ્ટડી અંગે અનેક ઉદાહરણો સાથે સમજ આપતા જણાવ્યું કે,આજના યુગમાં કાર્ડિયો – કીડની – મેટાબોલિક પડકાર ગણવામાં આવે છે.હૃદયરોગ,કીડની ફેલ્યુર, ડાયાબિટીસ અને સ્થૂળતા પરસ્પરને સાંકળતી કડી છે.હૃદયરોગની સારવાર સાથે કીડની અને ડાયાબિટીસ નિષ્ણાતની પણ જરૂર પડે છે.

મેડિકલ ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણીની ઉપસ્થિતિમાં આયોજિત આ સતત તબીબી શિક્ષણ કાર્યક્રમમાં બોલતા તેમણે હૃદયરોગના દર્દીની પ્રથમ સારવારમાં ઉપયોગી ચાર સ્તંભની માહિતી આપતા જણાવ્યું કે,પ્રથમ તો દવા દ્વારા હૃદય ઉપર બોજ ઘટાડવો,હૃદયને ફૂલતું અટકાવવું,હૃદયના ધબકારા ઘટાડવા અને અચાનક મૃત્યુનું જોખમ ઘટાડવા અને ત્યાર પછી જ ટ્રાન્સપ્લાન્ટ સહિતની તમામ જીવન રક્ષક સારવાર મહત્વની બને છે.

હૃદયરોગનો અણસાર આવે કે, તુરંત ગોલ્ડન અવર્સમાં દર્દીને હોસ્પિટલ પહોંચતો કરવો.આમતો થાક લાગવો,શ્વાસ ચડવો, પગમાં સોજા ચડવી,આંખે અંધારા જેવા લક્ષણો જણાય તો વેળાસર હોસ્પિટલ પહોંચવું એ જ મહત્વનું છે.

કાર્યક્રમમાં મુખ્ય વક્તાનું સ્વાગત જનરલ  મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભાટે કર્યું હતું.પ્રોફે.ડો.કશ્યપ બુચે ડો.મર્ચન્ટનો પરિચય આપ્યો હતો.જ્યારે અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.અજીતકુમાર ખીલનાનીએ આભાર માન્યો હતો. પ્રોફેસર્સ, ડોક્ટર્સ અને વિધાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી હતી.

CME ડોકટર્સ માટે અપડેટ ક્લાસ જે દર્દીને ફાયદારૂપ:

CME એટલે કન્ટિન્યુઇંગ મેડિકલ એડ્યુકેશન. સતત તબીબી શિક્ષણ. જે MBBS/MD થયા પછી પણ મેડિકલ અંગે નવા સંશોધન નવી દવા માટે ડો.ને અપડેટ રહેવું પડે છે. દરેક વિભાગના નિષ્ણાત  દ્વારા તબીબોને CME મારફત સમજ આપવામાં આવે છે. ડોક્ટર્સ માટે  CME ફરજિયાત હોય  છે. આનો મહત્વનો ફાયદો એ છે કે જો તબીબો નવા સંશોધન અને દવાથી વાકેફ રહે તો દર્દીને ફાયદો થાય ને સારવાર ઉપલબ્ધ બને.

Leave a comment