સેન્સેક્સ 607 અંક ઘટીને 76,802 પર બંધ થયો

શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 607 પોઈન્ટ ઘટીને 76,802ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 154 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,013ના સ્તરે બંધ થયો.

ગ્લોબલ IT દિગ્ગજ એક્સેન્ચરે તેના રેવન્યુ ગ્રોથનો અંદાજ ઘટાડીને નબળી માગની વાત કરી છે. આનાથી ભારતીય IT કંપનીઓના ભવિષ્યને લઈને ચિંતા વધી ગઈ અને નિફ્ટી IT ઇન્ડેક્સ 4% સુધી તૂટી ગયો.

ઇન્ફોસિસ 6%, ટીસીએસ 3%, એચસીએલ ટેક 2.5% અને ટેક મહિન્દ્રા 2% સુધી ગબડ્યા. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે પણ સ્વીકાર્યું છે કે ભારતીય IT સેક્ટર માટે હાલમાં માગનો આઉટલુક નબળો છે.

ભારતીય બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત થઈ રહેલા વેચાણે દબાણને વધુ વધારી દીધું. બુધવારે નજીવી ખરીદી કર્યા પછી, વિદેશી રોકાણકારોએ ગુરુવારે ફરીથી કેશ માર્કેટમાં 1,025 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. FIIs દ્વારા બજારમાંથી પૈસા પાછા ખેંચવાના કારણે ઘરેલું રોકાણકારોની ભાવના પણ નબળી પડી.

શેરબજારમાં 18 જૂને તેજી રહી. સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 77,410 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,168 પર બંધ થયો હતો.

Leave a comment