અદાણી ફાઉન્ડેશન દ્વારા સીરાચા ગામે તળાવ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું

મુન્દ્રા તાલુકાના સીરાચા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી તળાવ નવીનીકરણ યોજના અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આજે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસ અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપતા આ પ્રોજેક્ટે ગ્રામજનોમાં નવી આશા જાગૃત કરી છે.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો તથા વિવિધ સમાજોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અદાણી ગ્રુપ તરફથી ઓપરેશન હેડ શ્રી પંક્તિ શાહ, કોર્પોરેટ અફેર્સ ટીમના સભ્યો, અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા ટીમ, CSR હેડ તેમજ સમગ્ર પ્રોજેક્ટ ટીમની ખાસ હાજરી રહી હતી. દાનેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યાં હતાં.

આ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત તળાવના આસપાસના વિસ્તારને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. તેમાં તળાવના પાળાનું મજબૂતીકરણ, વોકિંગ પાથનું નિર્માણ, સોલાર લાઈટિંગ સુવિધા, બેસવાની વ્યવસ્થાઓ, બોક્સ કલ્વર્ટ ઇનલેટ-આઉટલેટ વિકાસ તેમજ તળાવનું ઊંડુકરણ (ડિપીનીંગ) જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. આ પગલાંના અમલીકરણથી તળાવમાં વરસાદી પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો થશે.

પ્રોજેક્ટ પૂર્ણ થતાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને તળાવ આસપાસનું પર્યાવરણ વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનશે. સાથે જ ગામના નાગરિકોને એક સુરક્ષિત અને સમુદાયલક્ષી જાહેર સ્થળ ઉપલબ્ધ થશે, જે સામાજિક અને પર્યાવરણલક્ષી દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને ગામના વિકાસ માટે એક દૃઢ અને દુરંદેશી પગલું ગણાવી તેની પ્રશંસા કરી હતી. તેમણે પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે શુભેચ્છાઓ પાઠવી અને ગ્રામજનોના સહકારને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો.

સીરાચા તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ જળ સંરક્ષણ, પર્યાવરણ સંવર્ધન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાનો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે.

Leave a comment