અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા અમરનાથ યાત્રા માટે જવા ઇચ્છતા યાત્રાળુઓ માટે હેલ્થ સર્ટિફિકેટ મેળવવા માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
અમરનાથ યાત્રા માટે સૌ પ્રથમ ઓનલાઈન વેબસાઈટ શ્રીઅમરનાથજી શ્રાઇન બોર્ડ (Shree Amarnathji shrine board) ઉપરથી (Compulsory health certificate) કંપલસરી હેલ્થ સર્ટિફિકેટની પ્રિન્ટ સાથે યાત્રાળુએ હોસ્પિટલમાં આવવું. હોસ્પિટલમાં આ અંગેનો કેસ, ઓપીડી કાઉન્ટર પરથી કઢાવવી, મેડિસિન ઓપીડી રૂમ નંબર સાત (૭)માં જરૂરી રિપોર્ટ તબીબ પાસે લખાવવા. રિપોર્ટ થયા પછી મેડિસિન ઓપીડીમાં રિપોર્ટની સમીક્ષા કરાવવી અને ત્યારબાદ રૂમ નંબર ૧૯માં આર.એમ.ઓ ડો. જયવીરસિંહ ઝાલાના સહી સિક્કા લેવાના રહેશે.
રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો.ઝાલાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં કેસ કઢાવતી વખતે યાત્રાળુએ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. હોસ્પિટલના કેસ પેપર ઉપર તથા હેલ્થ સર્ટીફીકેટ ઉપર યાત્રાળુનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો રહેશે. હેલ્થ સર્ટિફિકેટ મેળવવાનો સમય સવારના ૧૦ થી ૧ અને બપોરે ૩થી ૫નો રહેશે. શનિવાર અને રવિવારે આ કાર્યવાહી બંધ રહેશે.
વધુમાં આ મુજબનું પ્રમાણપત્ર મેળવવાની સુવિધા માંડવી તેમજ ગાંધીધામ સ્થિત ગવર્નમેન્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
