કચ્છની દિવ્યાંગ ખેલાડીએ નેશનલ ચેમ્પિયનશિપમાં 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી કચ્છની દિવ્યાંગ ખેલાડી સરલા સોલંકીએ એક સાથે ત્રણ અલગ-અલગ હરીફાઈમાં 3 બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

26થી 28 ફેબ્રુઆરી દરમિયાન અભય પ્રસાલ હોલ ખાતે એમ.પી ટેબલ ટેનિસ એસોસિએશન અને પેરા ટેબલ ટેનિસ પ્રમોશન એસોસિએશન સાથે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત સ્પર્ધામાં રાપર તાલુકાના સુવઈ ગામના સરલા સોલંકી વુમનસ કલાસ 8 માં શાનદાર પ્રદર્શન કરીને મેડલ જીત્યા હતા.

જેમાં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ, મિક્ષ ડબલ 14માં મહારાષ્ટ્રના ખેલાડી પ્રમોદ સાથે જોડી બનાવી સેમી ફાઇનલ સુધી પહોંચી ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ઉપરાંત, વુમન ડબલ-14માં ગુજરાતની ખેલાડી કલ્પના ગોસ્વામી (સાંઇ-ગાંધીનગર) સાથે જોડી બનાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અને ભાવનગરની સોનલ ડાભી અને રાજકોટની ધ્વનિ શાહ સામે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ગુજરાત રાજ્ય સરકારની સ્પોર્ટ્સ પોલિસી મુજબ વુમેન સિંગલ્સલમાં બ્રોન્ઝ મેડલ માટે 1 લાખ તેમજ મેન અને વૂંમેંન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ બદલ 50-50 હજાર એમ કુલ 2 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મેળવવા પાત્ર બન્યા છે. સરલા, જે હાલે ભારત સરકાર હસ્તકની સેન્ટ્રલ સો‌લ્ટ ભાવનગરમાં સિનિયર ટેકનીશિયન-1 તરીકે ફરજ બજાવે છે.

છેલ્લા ચાર વર્ષથી સતત નેશનલ સ્તરે મેડલ જીતતી સરલાએ આ વખતે એક જ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ મેળવી મેડલ હેટ્રીક નોંધાવી હતી.

ભાવનગર ખાતે પેરા સ્પોર્ટ્સ રમતોના માર્ગદર્શક અને તેમના પતિ મનસુખ સોલંકીએ જણાવ્યું હતું કે, કરછમાં પહેલીવાર એક સાથે 3 બ્રોન્ઝ મેડલ જીતનાર વુમન કલાસ 8ના પ્રથમ પેરા ( વિકલાંગ) ખેલાડી તરીકે સરલાએ પોતાનું નામ નોંધાવ્યું છે.

Leave a comment