આજે, સોમવાર, 5 મે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 295 પોઈન્ટ વધીને 80,797 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 114 પોઈન્ટની તેજી રહી, તે 24,461ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી જોવા મળી. અદાણી પોર્ટ્સના શેર 6.31%, બજાજ ફિનસર્વ 3.73%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.11% અને ઝોમેટોના શેર 2.45% વધીને બંધ થયા. તેમજ, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 4.50% અને SBIના શેરમાં 1.26%નો ઘટાડો થયો.
નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં તેજી જોવા મળી. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં, ઓટો 1.85%, FMCG 1.22%, મેટલ 0.96% અને ઓઇલ એન્ડ ગેસ 1.70% વધ્યા હતા. જ્યારે બેંકિંગ ક્ષેત્રમાં થોડો ઘટાડો જોવા મળ્યો.
- નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં નબળા પરિણામો બાદ પ્રાઈવેટ સેક્ટરની બેંક કોટક મહિન્દ્રાના શેર આજે 5.5% થી વધુ ઘટ્યા છે.
- બેંકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3,552 કરોડનો નફો મેળવ્યો છે, જોકે વાર્ષિક ધોરણે તેમાં 14%નો ઘટાડો થયો છે.
- બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) વાર્ષિક ધોરણે 4.5% વધીને ₹7,284 કરોડ થઈ છે. તેમજ, કુલ ઈન્કમ 6.8% (YoY) વધીને રૂ. 3,183 કરોડ થઈ.
- પ્રાઈવેટ સેક્ટર લેન્ડરએ તેના શેરધારકોને પ્રતિ શેર રૂ. 2.50ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
- જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBIના શેર લગભગ 2% ઘટ્યા છે, તે રૂ. 786 પર ટ્રેડ થઈ રહ્યા છે.
- સૌથી મોટી સરકારી બેંકે Q4FY25માં રૂ. 8,643 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જો કે, વાર્ષિક ધોરણે તેમાં 10%નો ઘટાડો થયો છે.
- જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંકની કુલ આવક વાર્ષિક ધોરણે 12.04% વધીને 1,43,876 કરોડ રૂપિયા થઈ છે.
- બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) વાર્ષિક ધોરણે 8% વધીને ₹1.20 લાખ કરોડ થઈ છે.
- SBIએ તેના શેરધારકોને પ્રતિ શેર 15.90 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
- આજે એશિયન બજારોમાં કોઈ કારોબાર નથી, જાપાનનો નિક્કેઈ આજે બંધ છે. 2 મેના રોજ, તે 378 પોઈન્ટ (1.04%) વધીને 36,830 પર બંધ થયો. કોરિયાનો કોસ્પી પણ 3 પોઈન્ટ (0.12%) વધીને 2,560 પર બંધ થયો હતો.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 385 પોઈન્ટ (1.74%) વધીને 22,505 પર બંધ થયો. તેમજ, ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 1 થી 5 મે સુધી લેબર ડેના કારણે બંધ છે.
- 2 મેના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 564 પોઈન્ટ (1.39%) વધીને 41,317 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 267 પોઈન્ટ (1.51%) વધ્યો જ્યારે S&P 500 ઇન્ડેક્સ 83 પોઈન્ટ (1.47%) વધીને બંધ થયો.
- ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો (FII) દ્વારા ખરીદી ચાલુ છે. એપ્રિલ મહિનામાં તેમની નેટ ખરીદી રૂ. 2,735.02 કરોડ હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન રૂ. 28,228.45 કરોડની નેટ ખરીદી કરી હતી.
