ગુજરાત ATS (Anti-Terrorism Squad) અને હરિયાણા STF(Special Task Force)ને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતી ATS અને હરિયાણા STFની મદદથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકવાદીને પકડવા માટે હરિયાણા STF અને ગુજરાતી ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બે આતંકવાદીઓમાંથી એક 19 વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હતો. ત્યારબાદ તેની ગતિવિધિ જાણવા માટે હરિયાણા STF અને ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું જેમાં તેની અટકાયત કરવામાં આવી છે.
હાલ હરિયાણામાં બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત પણ ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા યુવકને કેટલાક શંકાસ્પદ વીડિયો અને હથિયારો વિશે પૂછપરછ કરવામાં આવતા તેની પૂછપરછના આધારે હેન્ડ ગ્રેનેડ મળ્યા આવવાની વિગતો પણ જાણવા મળી છે. આ અંગે ટુંક સમયમાં હરિયાણા પોલીસ દ્વારા માહિતી સામે આવી શકે છે.
ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉત્તર પ્રદેશના ફરીદાબાદમાંથી બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં.
સમગ્ર મામલે હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATSના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.
