જી. કે. જન. અદાણી હોસ્પિ.ના સર્જરી વિભાગે કર્યું સફળ ઓપરેશન

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાપરની આધેડ વયની મહિલાના પેટમાંથી ૪.૫ કિ.ગ્રામ ની ગાંઠ દૂર કરી ફૂલી ગયેલાં પેટ અને દુખાવામાંથી બહેનને રાહત આપી હતી. 

હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર, રાપરના ૫૨ વર્ષીય રોમતબેનને  પેટના નીચેના ભાગમાં મૂત્રાશયથી  છેક નાભિ સુધી પેટ મોટા પ્રમાણમાં ફૂલી ગયું હતું. દુખાવો થતાં અત્રે સારવાર માટે આવ્યા અને સીટી સ્કેન દ્વારા અંડાશયની ગાંઠનું નિદાન થયું, જેને તબીબી ભાષામાં અડાશયની અર્થાત સિરિયસ સીસ્ટ એડેમેના ઓફ ઓવરી કહેવાય છે.

આ ઓપરેશન સર્જન ડો.ઘનશ્યામ પરમાર, ડો.આદિત્ય પટેલ અને ડો. હિરલ રાજગુરુ, ડો.નરેન્દ્ર ચૌધરી અને ડો.યશ પટેલ સહિતના તબીબોએ બે કલાકની જહેમત બાદ ગાંઠ  બહાર કાઢી હતી. 

તબીબોના જણાવ્યા મુજબ આવી ગાંઠ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણીવાર દુખાવો જણાતો નથી. ગાંઠ ફૂલે ત્યારે પણ દર્દીને એવું જણાતું હોય છે કે માત્ર પેટ જ ફૂલે છે પરંતુ જ્યારે દુખાવો થાય, મૂત્રાશય ઉપર દબાણ વધે અને વારંવાર પેશાબ કરવા જવાનું થાય, ભૂખ ઓછી લાગે ત્યારે દર્દી હોસ્પિટલમાં આવે છે તે વખતે જ આવું નિદાન થતું હોય છે.

Leave a comment