સ્થાનિક સ્તરે હવાઈ મુસાફરો વધ્યા

દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા દિન-પ્રતિદિને વધી રહી છે. મે મહિનામાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 5.1 ટકા વધીને 13.89 કરોડ થઈ છે. જે પ્રિ-કોવિડ સ્તર કરતાં લગભગ 14 ટકા વધુ છે. એક રિપોર્ટમાં આ અંગે માહિતી જારી કરવામાં આવી છે.

ઈકરાએ ગુરુવારે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સ્થિર ખર્ચના માહોલ વચ્ચે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકમાં સતત સુધારા થઈ રહ્યો છે. જેની સાથે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગનો આઉટલુક સ્થિર બન્યો છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં પણ આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે.

ગયા મહિને એરલાઇનની ક્ષમતા વાર્ષિક ધોરણે છ ટકા વધી હતી અને એપ્રિલ 2024 કરતાં લગભગ બે ટકા વધુ હતી. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ 13 ટકાની વૃદ્ધિ સાથે 15.4 કરોડ હતો.

રેટિંગ એજન્સીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20માં લગભગ રૂ. 14.2 કરોડના પ્રિ-કોવિડ-19 સ્તરને વટાવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા ગયા નાણાકીય વર્ષમાં લગભગ 24 ટકા વધી લગભગ 2.96 કરોડ થઈ છે.

વધુમાં, એર ઈન્ડસ્ટ્રીએ તેની કિંમતમાં સુધારો કરતાં એર ટ્રાફિકમાં વધારો જોવા મળ્યો છે. જે ઊંચા રિટર્નમાં તબદીલ થયો છે. એજન્સીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં હવાઈ મુસાફરોની અવરજવરમાં જોવા મળેલી વૃદ્ધિ આ નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

Leave a comment