પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 જૂનથી 07 ઓક્ટોબર 2024 સુધી રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન યથાવત સમય મુજબ દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર 09461 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ 9 જૂન, 2024 રવિવારના રોજ અમદાવાદથી બપોરે 3.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, નિશાતપુરા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
વસ્ત્રાલ વોર્ડમાં સંસ્કૃતિ રેસીડન્સી સામે આવેલા ખાનગી પ્લોટમાં ગંદકી થતી હોવાની ફરીયાદ મળી હતી. ફરીયાદનાં અનુસંધાને પૂર્વ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વસ્ત્રાલ વોર્ડ દ્વારા સ્થળ પર જઈ રૂબરૂ તપાસ કરતા ખાનગી પ્લોટ મેટ્રો પાર્ક નામની સાઈટ દ્વારા ઉપયોગમાં લેવાતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પ્લોટમાં ગંદકી કરવા બદલ મેટ્રો પાર્ક સાઈટને રૂ. 50000નો દંડ કરવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા ખાનગી પ્લોટોમાં ડેબ્રીજ નાંખતા અને ગંદકી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાનાં ભાગ રૂપે છેલ્લા અઠવાડીયા દરમ્યાન 07 ટ્રેક્ટર પકડી દંડ કરવામાં આવ્યો છે.
