~ કોર્ટે 7 જુલાઈએ સીમા અને સચિનને જામીન આપ્યા હતા
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની UP ATS સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના જવાબમાં તે માત્ર એટલું જ કહી રહી છે કે હું સચિનના પ્રેમમાં અહીં આવી છું. સીમાએ પૂછપરછ દરમિયાન નોઈડા પોલીસને પણ આવો જ જવાબ આપ્યો હતો. આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્નીંગ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી.
પોલીસ કડક પૂછપરછ કરી રહી છે
ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ સાવચેતીથી જવાબો આપી રહી છે. આથી પોલીસ હવે પૂછપરછ દરમિયાન મનોવૈજ્ઞાનિકને તેમની સાથે બેસાડી શકે છે. જેથી સીમા પર બારીકાઈથી નજર રાખી શકાય.
નેપાળમાં મળ્યા
યુપી ATSની ટીમે સીમા અને સચિનને એકસાથે બેસાડ્યા અને ઘણા મહત્વના પુરાવાઓની પૂછપરછ કરી હતી. જેમાં નેપાળમાં તેમની મુલાકાત અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. અગાઉ કહેવામાં આવ્યું હતું કે બોર્ડર પરથી બે પાસપોર્ટ મળી આવ્યા છે. આ સિવાય પોલીસને તેની પાસેથી એક ઓળખ પાત્ર પણ મળ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીમા અને સચિન નેપાળમાં પણ મળ્યા હતા, જ્યાં બંને લગભગ એક અઠવાડિયા સુધી એક હોટલમાં રહ્યા હતા.
કોર્ટમાંથી રાહત મળી
સીમા મે મહિનામાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને હવે તે તેના ભારતીય પાર્ટનર સચિન મીના સાથે ગ્રેટર નોઈડામાં રહે છે. સીમા પાસે ઘણા ફોન અને અન્ય વસ્તુઓ મળવાના કારણે તેના પર શંકા થઇ હતી, ત્યારબાદ યુપી ATSએ તેને કસ્ટડીમાં લીધી હતી. સીમા અને સચિનની 4 જુલાઈએ ગ્રેટર નોઈડા પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ કોર્ટે 7 જુલાઈએ બંનેને જામીન આપ્યા હતા.

આ બાઈ જે પોતાને સીમા તરીકે ઓળખાવે છે તે પાકિસ્તાન થી ભાગી બીજા દેશોમાં થઇ ભારત ગેરકાયદે સર આવી છે. તેનું રૂપ સુંદર છે, તેટલે જ કોઈ તેના પર આંગળી ચીંધતું નથી. તેની સાથે પબજી રમનાર સચિન નું મોઢું જુઓ તો દિવેલ માં મોઢું પલાળવા જેવું છે. નથી તેના કોઈ ઠેકાણા કે નથી તેનું કોઈ ચમકતું કાર્ય જે આપણને દેખાય. કઈ રીતે આવી સુંદર — કોઈ અક્ષય ખન્ના કે શાહ રૂખ ખાન ને પણ શરમાવે તેવો બોય ફ્રેન્ડ જેને મળી શકે તે બાઈ — કઈ રીતે અને શા માટે આવા ડભોચીયા સચિન ને વરમાળા પહેરાવે, અને તે પણ ચાર છોકરાઓ સાથે? કેમ તેના વારે સાઉદી થી રૂપિયા પૈસા તો મોકલ્યા જ છે તેમ કહે છે. વળી સીમા કહે છે કે તે મને મારતો હતો, તો કહે કે ક્યારે? ભાઈ તો સાઉદી રહે છે. તેના પોતાના જ કાલા કૃત્યો દેખાય હશે તેટલે જ તે તેને મારતો હશે તેમ હું માનું છું. આમાં નક્કી કઈ દાળ માં કાળું તો છે જ. પેલી સીમા ઉત્તર પ્રદેશ ની કોઈ બાઈ ને જેમ સાડી ઓઢી શુદ્ધ હિન્દી માં બોલે છે, અફલાતૂન અંગ્રેજી બોલે છે, અને વિચારી કે વિચાર્યા વગર પણ કોઈ ભૂલ કાર્ય વગર કોઈ પણ મિસ્ટેક વગર જવાબો આપે છે. કઈ તો વિચારો. ભારત સરકાર કેમ તેને પાકિસ્તાન એમ્બેસી ના સુપ્રત નથી કરી તે જ ખબર નથી પડતી.
LikeLike