~ સચિન તેંદુલકર સહિત અન્ય ઘણા લોકોએ તેની આ મેચમાં સરાહના કરી હતી
હાલમાં IPL 2023 રમાઈ રહી છે. અને તેની 16 સિઝનના 54મી મેચનો મુકાબલો મુંબઈ ઈન્ડિયંસ MI અને રોયલ ચેલેંજર RCB ની વચ્ચે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં થયો હતો. મુંબઈની ટીમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર આરસીબીની સામે આ મેચમાં 6 વિકેટોથી એકતરફી જીત હાંસલ કરી લીધી હતી. 200 રનના ટાર્ગટને તોડવા મેદાનમાં ઉતરેલી મુંબઈ માટે સુર્યકુમાર યાદવએ માત્ર 35 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યાની આ શાનદાર ઇનિંગ પર વિરાટ કોહલીએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
મુંબઈએ માત્ર 16.3 ઓવરમાં 4 વિકેટનું નુકસાન કરી આ મેચ જીતી લીધી હતી.
સુર્યકુમાર યાદવ આ મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. અહી તેણે રનની સ્પીડમાં સતત વધારો કરી આગળ વધી રહ્યા હતા. સુર્યાને આ મેચમાં ડાબોડી બેટ્સમેન નેહલ વાઢેરાનો સુંદર સાથ મળતા બન્નેએ આરસીસીના બોલરોને કોઈ પણ રીતે મેચમાં પરત આવવાનો મોકો આપ્યો નહોતો. મુંબઈએ માત્ર 16.3 ઓવરમાં 4 વિકેટનું નુકસાન કરી આ મેચ જીતી લીધી હતી.
સચિન તેંદુલકર સહિત અન્ય ઘણા લોકોએ તેની આ મેચમાં સરાહના કરી હતી.
સુર્યા જ્યારે મેચમાં 83 રનોની સુંદર ઈનિંગ રમી આઉટ થયા ત્યારે વિરાટ કોહલીએ તેને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. કોહલીએ સુર્યા સાથે હાથ મીલાવી તેની પીઠ થાબડી હતી. સુર્યકુમાર જ્યારે પેવેલિયનમા પરત જઈ રહ્યા હતા તે સમયે સચિન તેંદુલકર સહિત અન્ય ઘણા લોકોએ તેની આ મેચમાં સરાહના કરી હતી.
