~ YouTube, Pinterest, TikTok અને અન્ય ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પણ વેરિફિકેશન ટિક પ્રોવાઇડ કરે છે
ટેક દિગ્ગજો વચ્ચે બ્લુ ટિકની લડાઈ શરૂ થઈ ગઈ છે. ટ્વિટરની બ્લુ ટિક ચર્ચાનો વિષય બન્યા બાદ મેટાની બ્લુ ટિકની વિગતો સામે આવી છે.
વેરિફિકેશન ચેકમાર્ક એ માત્ર ટ્વિટર અથવા મેટાનો કોન્સેપ્ટ નથી, પરંતુ YouTube, Pinterest, TikTok અને અન્ય ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પણ વેરિફિકેશન ટિક પ્રોવાઇડ કરે છે. LinkedInએ પણ તાજેતરમાં વેરિફિકેશન બેજ રજૂ કર્યા છે.
હવે લાગી રહ્યું છે કે, ગૂગલ પણ બ્લુ ટિક્સની ગેમ શરૂ કરવા જઈ રહ્યું છે. લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ગૂગલ તેની જીમેલ સર્વિસમાં કેટલાક સિલેક્ટેડ યુઝર્સના નામની સામે બ્લુ ચેકમાર્ક શરૂ કરવા જઈ રહ્યું છે.
આ યુઝર્સને મળશે બ્લૂ ટીક
કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી કે, Google તેમની ઓળખને વેરિફિકેશન માટે Gmail પર સેન્ડર્સના નામ આગળ બ્લૂ ટીક કરવા જઈ રહ્યું છે, ટેકક્રંચે અહેવાલ આપ્યો છે. નવા બ્લૂ ચેકમાર્ક્સ આપમેળે એવી કંપનીઓના નામની બાજુમાં દેખાશે કે, જેમણે Gmail ના હાલના બ્રાંડ ઇન્ડિકેટર ફોર મેસેજ આઇડેન્ટિફિકેશન (BIMI) સુવિધાને અપનાવી છે.
શું છે BIMI ફીચર?
BIMI ફીચર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સુવિધા હેઠળ, મોકલનારને મજબૂત વેરિફિકેશનનો ઉપયોગ કરવાની અને તેના બ્રાન્ડ લોગોને ઈમેલમાં અવતાર તરીકે બતાવવા માટે તેના બ્રાન્ડ લોગોની ચકાસણી કરવાની જરૂર છે.
હવે જો તમને કોઇ બ્રાન્ડના નામની બાજુમાં બ્લૂ ચેકમાર્ક જુઓ છો, તો તેનો અર્થ એ છે, કે બ્રાન્ડે BIMI સુવિધા અપનાવી છે.
ગૂગલનું કહેવું છે કે, આ અપડેટ યુઝર્સને માન્ય સેન્ડર્સ ઓળખવામાં મદદ કરશે. જેમ કે, તમે કંપની દ્વારા જ મોકલવામાં આવનાર બ્લૂ ચેકમાર્ક સાથેના મેઇલ પર વિશ્વાસ કરી શકો છો કે આ મેઇલ તો કંપનીએ જ તમને મોકલ્યો છે, તેથી ફ્રોડ મેઇલ પર કોઇ યુઝર્સ ભરોસો નહી કરી શકે.
