ઘાસચારાનું વાવેતર કરવા આ વર્ષે ૧૨૦૦ કિલો જેટલું ઘાસનું બિયારણ એકઠું કરાશે

~ રાપર વન વિભાગ દ્વારા ઘાસચારાનું વાવેતર કરાયું

~ ગુગળ,ગોરડ, હરમો, દેશી બાવળ, ઈંગોરિયામાં ખેજડો, મીઠાપીલુ, બોરડી, લીમડાના વૃક્ષોનું વાવેતર કરાયું છે

અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વન વિભાગ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કચ્છના મુખ્ય વનસંરક્ષક વી. જે. રાણા અને પૂર્વ કચ્છના મદદનીશ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગની દક્ષિણ રેન્જ દ્વારા રાપર તાલુકાના બાદરગઢ ગોવિંદપરની રખાલમાં ચોમાસાના દરમિયાન ત્રીસ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઘામણ.. બંટી ઘાસ તેમજ અન્ય ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ અંગે રાપર દક્ષિણ રેન્જના આર.એફ. ઓ. સતિષભાઈ જેઠા વનપાલ વાસુદેવભાઈ જોશી ગાર્ડ હેતલબેન જમોડ વગેરેના માર્ગદર્શન હેઠળ વાવેતર કરવામાં આવ્યું છે.

બાદરગઢની ૫૮૫ હેક્ટરની વન વિભાગની રખાલમાં ઘાસચારો તેમજ અન્ય વન્ય સંપદા ગુગળ, ગોરડ, હરમો, દેશી બાવળ, ઈંગોરિયામાં ખેજડો, મીઠાપીલુ, બોરડી, લીમડો સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો આ રખાલમાં હરણ, નીલગાય, શિયાળ, ઝરખ સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ છે. આયુર્વેદમાં ગુગળનું મહત્વ છે જે અડાધાથી પાંચ ફૂટ સહિતના રોપાઓ થયા છે. દર વર્ષે ચોમાસામાં ઘાસચારાનું વાવેતર કરવા માટે આ વર્ષે ૧૨૦૦ કિલો જેટલું ઘાસનું બિયારણ વન વિભાગ દ્વારા એકટું કરવામાં આવશે જે ત્રીસ હેક્ટરમાં ઘાસચારો થશે અને આ ઘાસચારો ફતેહઘડ ખાતે આવેલા વન વિભાગના ગોડાઉનમાં રિઝર્વ રાખવામાં આવશે. જે કલેક્ટરની સુચનાથી અછત દરમિયાન અબોલ પશુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.

Leave a comment