જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં છેલ્લા છ માસમાં ૮ હજાર જેટલા માનસિક  રોગના દર્દીઓએ સારવાર લીધી

૧૦મી ઓક્ટોબર વિશ્વ મેન્ટલ હેલ્થ ડે

~ માનસિક  રોગના દર્દીઓ માટે હોસ્પિટલમાં અનેકવિદ સારવાર ઉપલબ્ધ

~ વિશ્વ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે મનોચિકિત્સા વિભાગે નકારાત્મક વિચારોથી દૂર રહેવા કર્યો અનુરોધ

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં માનસિક  રોગની સમસ્યાના નિવારણ અને તેના અસરકારક ઈલાજ માટે દર્દીઓમાં વિશ્વાસનો માહોલ ઊભો થતાં છેલ્લા ૬ મહિનામાં આઠ હજાર જેટલા દર્દીઓએ માનસિક  રોગની સારવાર લીધી હોવાનું હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે ૧૦મી ઓક્ટોબરના રોજ યોજાતા વિશ્વ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે જણાવ્યુ હતું.

જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડો. મહેશ તિલવાણીએ કહ્યું કે ૧૦મી ઓકટોબરના રોજ લોકોમાં માનસિક  રોગ સંદર્ભે જાગૃતિ ફેલાય તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. દર્દીઓને નિયમિત સારવાર મળે એ માટે જી. કે માં સગવડો ઉપલબ્ધ છે જેમાં દર્દીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની સારવાર અને જરૂર જણાય તો કાઉન્સેલિંગ કરાય છે આ ઉપરાંત ટેકનિકલ બાબતો પણ સારવારમાં ઉમેરવામાં આવી છે જેમાં ફિટવાઈ જેવા રોગ માટે ઇ.ઇ.જી. સિસ્ટમ ઉપલબ્ધ છે. દર્દીઓનું મુડ ડિસઓર્ડર જાણવા લિથિયમ લેવલ ચકાસવાની પદ્ધતિ લેબમાં ઉપલબ્ધ છે સાથે સાથે ઇલેક્ટ્રીક શેક દ્વારા પણ દર્દીને સારવાર અપાય છે.

હોસ્પીટલમાં મનોચિકિત્સક ડો. ચિરાગ કુંડલિયા, ડો. રિદ્ધિ ઠક્કર દ્વારા પણ દર્દીઓને નિયમિત સારવાર અપાય છે જ્યારે દર્દીઓના કાઉન્સેલિંગ માટે કરિશ્માબેન સંઘવી સારવાર આપે છે. તબીબોના જણાવ્યા અનુસાર માનસિક  બીમારીનો વ્યાપ આજના સમયમાં વધી ગયો છે જેના માટે સતત નકારાત્મક વિચારો લોકોને ઘેરી લે છે જે મગજનો કબ્જો લઈ લે છે જે ધીમે રહીને માનસિક  રોગમાં પરિવર્તિત થાય છે. આવું થાય ત્યારે દરેક પાસાના સ્કારાત્મક વિચાર કરાય તો આ રોગથી ક્રમશ છૂટકારો મેળવી શકાય છે. તબીબોની મદદથી દર્દીઓ સારવાર સાથે તેમની વાત માનીને આગળ વધે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે છે.

મગજમાં ઉત્પન થતી કોઈપણ ભાવનાને દબાવવાને બદલે જો પરસ્પર વહેચવામાં આવે તો મન હલકું થઈ શકે છે. વધુ સમયની ચિંતા પણ માનસિક  આરોગ્ય માટે યોગ્ય નથી જે શરીર ઉપર પણ વિપરીત અસર કરે છે અને ખુશ રહેવું જોઈએ  જે પરિસ્થિતી આપણને ખુશ રાખે તેવી પ્રવૃતિ કરવી જોઈએ જેવી કે વાંચન, કસરત જેવી મનગમતી પ્રવૃતિ કરવી જોઈએ. ડો. તિલવાણીએ કહ્યું કે સામાન્ય રીતે દર્દીઓ પોતાના રોગને છુપાવતા હોય છે પરંતુ તેમ કરવાને બદલે તબીબોની સલાહ લઈ તેમને સત્ય જણાવાય તો ઘણી પરિસ્થિતી હલ થઈ શકે.      

Leave a comment