~ ૨૫મી ઓગષ્ટ થી ૮મી સપ્ટે.સુધી યોજાયેલા ચક્ષુદાન પખવાડિયાના સમાપન પ્રસંગે ભુજ નગરમાં ૫ કી.મી નો યોજાયો વોકાથોન
~ જી.કે.હોસ્પિટલ,અદાણી મેડિકલ કોલેજ, રોટરી વોલસિટી અને રોટરી ઇનરવ્હિલ દ્વારા સયુંકત આયોજન
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અને રોટરીકલબ ભુજના સંયુક્ત ઉપક્રમે ૨૫મી ઓગષ્ટ થી ૮મી સપ્ટે.સુધી યોજાયેલા ચક્ષુદાન પખવાડિયાના સમાપન પ્રસંગે નગરજનોમાં નેત્રદાન અંગે જાગૃતિ કેળવવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી હતી અને ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો.
મેડિકલ કોલેજના એનાટોમી ગ્રાઉન્ડ ખાતે થી રેલીને સ્ટાર્ટ આપતા મેડિકલ ડાયરેકટર ડો.બાલાજી પિલ્લઈએ નેત્રદાન કરો અને મૃત્યુ પછી પણ મૃત્યુંજય બનો એવા જાણીતા સૂત્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એક વ્યક્તિ બે નેત્રવિહિનના જીવનને ગુલઝાર બનાવે છે એનાથી વિશેષ બીજો ઉજાસ જીવનમાં શું હોઈ શકે.આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન.ઘોષે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રારંભમાં આંખ વિભાગના હેડ ડૉ.કવિતા શાહે ૨૦૦થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓને ચક્ષુદાનના સંકલ્પ લેવડાવ્યો હતો.જ્યારે કીકી પ્રત્યારોપણ સ્પેશિયાલિસ્ટ ડો.લક્ષ્મી આહિરે કહ્યું કે, આંખથી મોંઘુ કોઈ રત્ન નથી અને આંખથી મોટું કોઈ દાન નથી. જી.કે.ના આંખ વિભાગના તબીબો તેમજ સ્ટાફ સહિત એડમીન વિભાગ વિગેરેએ સહકાર આપ્યો હતો.અને વોકાથોનમાં ૪૦૦ જેટલા વિધ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષ્રેત્રના લોકો જોડાયા હતા.
રોટરીકલબના પ્રોજેક્ટ ચેરમેન ધવલ રાવલ, હિતેન્દ્ર મકવાણા, જયેશ કોઠારી તેમજ આસિસ્ટન્ટ ગવર્નર આનંદ મોરબિયા અને પ્રેસિડેન્ટ જયેશ જોશી એ સહકાર આપ્યો હતો.આ પ્રસંગે રોટરી ઇન્નરવિલ ક્લબના સભ્યો પણ જોડાયા હતા.
આ રેલી અદાણી મેડિકલ કોલેજના એનાટોમી ગાર્ડનથી શરૂ થઈ હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, હમીરસર તળાવ, સ્વામિનારાયણ મંદિરથી જ્યુબિલી સર્કલ થઈ એનાટોમી ગાર્ડન પહોંચી હતી.
