મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBI નો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (MPC) એ નાણાકીય વર્ષ 2026-27 ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો અને પોલિસીનું વલણ ‘Neutral’ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ‘વેઈટ એન્ડ વોચ’ (થોભો અને રાહ જુઓ) ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના EMI હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.

Leave a comment