અદાણી મેડિકલ કોલેજમાં MS અને MD કક્ષાના પોસ્ટગ્રેજુએટ વિભાગોમાં પ્રવેશ મેળવનાર MBBS તબીબોના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં અદાણી ગ્રુપ ઓફ હેલ્થ કેરના હેડ ડૉ.પંકજ દોશીનું મનનીય ઉદબોધન

અદાણી મેડિકલ કોલેજમાં  MS અને MD જેવા અનેક જુદા જુદા પોસ્ટગ્રેજુએટ વિભાગોમાં પ્રવેશ મેળવનાર  ગ્રેજયુએટ તબીબોના આવકાર – પરિચય સાથે તેમને સંસ્થાથી સંપૂર્ણ પણે  માહિતગાર કરાવવા “ઓરિએન્ટેશન” (અભિગમ) કાર્યક્રમ યોજાયો હતો.

કોલેજના વ્યાખ્યાન કક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડૉ.પંકજ દોશીએ ૯૫ જેટલા છાત્રોને આવકારી કહ્યું કે, મેડિકલ ક્ષેત્રે સાચા અર્થમાં વ્યવસાયિક જીવન પોસ્ટ  ગ્રેજ્યુએશન સાથે જ શરૂ થાય છે.મેડિકલ પ્રોફેશનલ લાઇફમાં જાતભાતના દર્દી સાથે સંપર્કમાં આવવાનું થાય છે, ત્યારે તેમની સાથે કરાતા સૌજન્યભર્યા વર્તનમાં જ તબીબની સફળતા રહેલી છે.

તેમણે પેશન્ટને માણસ તરીકે જોવા અનુરોધ કરી ઉમેર્યું કે,તબીબની સાચી સફળતા અંતે તો માનવીય  વ્યવહારમાં જ રહેલી છે.તેમણે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ તબીબોને સતત શીખતા રહેવાની ભલામણ સાથે  ઉમેર્યું કે,નિરીક્ષણ શક્તિ જેટલી તેજ હશે એટલી સફળતા વધુ મળશે.આ પ્રસંગે કોલેજના ડીન ડો. એ. એન.ઘોષ,ચીફ મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી,આસિ.ડીન ડો.અજીત ખિલનાની સહિત વિવિધ ફેકલ્ટીસ,હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર  તબીબો અદાણી મેડિકલ કોલેજ ઉપરાંત ગુજરાત સહિત  જુદી જુદી મેડિકલ કોલેજમાં  ગ્રેજ્યુએટ થયા છે.તમામ છાત્રોને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા.ડો. યશ્વી મોતા અને ડો.યશ લુંભાનીએ પ્રતિભાવ આપ્યો હતો.

Leave a comment