કંડલા પોર્ટના ડે.ચેરમેન દ્વારા ગોપાલપુરી KV ખાતે કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સંચાલિત ગોપાલપુરી ખાતેની કેન્દ્રીય વિદ્યાલય (KV) માં વિદ્યાર્થીઓના ડિજિટલ ઉત્કર્ષ માટે નવી કમ્પ્યુટર લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોર્ટના ડેપ્યુટી ચેરમેન નિલાભ્ર દાસગુપ્તા (IRS) ના હસ્તે આ લેબ ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે DPA ના ડેપ્યુટી ચેરમેન નિલાભ્ર દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષણ અનિવાર્ય છે. નવી કમ્પ્યુટર લેબ દ્વારા યુવા માનસને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આ પહેલ ભાવિ પ્રતિભાઓને તૈયાર કરવા અને શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ લાવવા તરફનું મહત્વનું પગલું છે.

કાર્યક્રમ દરમિયાન DPA ના ચીફ વિજિલન્સ ઓફિસર (CVO) જે.કે. રાઠોડ (CPES) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે કંડલા પોર્ટના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં સજ્જ કરવા અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી આ સુવિધા કાર્યરત કરાઇ છે. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ નવીન સુવિધા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a comment