અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૨૦ બેચના ૧૫૧ MBBS વિધાર્થીઓ અને ઇન્ટર્સ માટે ગ્રેજ્યુએસન સમારોહ યોજાયો

અદાણી મેડિકલ કોલેજમાં વર્ષ ૨૦૨૦ની બેચના ૧૫૧ તબીબી વિધાર્થીઓએ MBBS નો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાર  કરવાની સાથે  એક વર્ષના સમયગાળાનું ઇન્ટરશીપ પણ પરિપૂર્ણ કરતાં ગ્રેજ્યુએસન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ ડિગ્રી એ  માત્ર ઓળખ નહીં, પણ એક જવાબદારી હોવાનું જણાવ્યું હતું.

કોલેજના ઓડિટોરિયમમાં તબીબોના વડીલોની પ્રેરક ઉપસ્થિતિમાં  આયોજિત આ ૧૨માં ગ્રેજ્યુએસન સમારંભમાં એક જીવન રક્ષક અને સાચા સમાજસેવક તરીકે સમાજમાં સત્તાવાર રીતે જોડાતા GAIMSએ  સમાજને વધુ ૧૫૧ તબીબો અર્પણ કર્યા હતા.

અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડૉ .પંકજ દોશીએ  સાચા યશના ભાગીદાર વિધાર્થીઓના વડીલોને ગણાવી ઉમેર્યું કે, તેમના પુરુષાર્થ, પ્રેરણા અને યોગદાન થકી જ આ સંસ્થા સમાજને તબીબો આપી શકવા સક્ષમ બની છે. ડોક્ટર્સ નવોદિતોને આહવાન કરતા ડો.દોશીએ જણાવ્યું કે,MBBS બન્યા પછી તબીબી,વહીવટી,સંશોધન અને ટેક્નોલોજી ક્ષેત્રે અસીમ ક્ષિતિજો ખુલ્લી છે, પસંદગી અને રસ મુજબ આગળ વધવા તેમણે જણાવ્યું હતું.

મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ MBBSના ૫ વર્ષને યાદગાર ગણાવ્યા હતા.તેમાંય કચ્છમાં ડિગ્રી પ્રાપ્ત કરવી અનેરો લહાવો ગણી જણાવ્યું કે, કચ્છ  માત્ર લોકેશન નથી પણ એક  લર્નિંગ સ્થળ છે.જ્યાં ઘણું શીખી શકાય એમ છે.તેમણે નવોદિત તબીબોને વ્યવસાયમાં માનવીય અભિગમ અપનાવવા પણ શીખ આપી હતી.

પ્રારંભમાં કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કરી તબીબોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી અને કહ્યું કે,તબીબ બનવું એ ફક્ત ડિગ્રી નથી પણ ઉમદા વ્યવસાય  સાથે મોટી જવાબદારી પણ છે.તેમણે શીખવાનું ક્યારેય ન છોડવા જણાવ્યું હતું.

ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ તબીબોને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની,ડો.સચિન પાટીલ, ડો.હિતેશ આસુદાની સહિત ફેકલ્ટી,હેડ ઓફ ડિપાર્ટમેન્ટ,તબીબો જોડાયા હતા.વિભાગ મુજબ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. સમગ્રતયા (ઓવર ઓલ) ગોલ્ડ મેડલ દવે વિશ્વા પરેશકુમારના ફાળે ગયું હતું. સમારંભના કોઓર્ડિનેટર તરીકે ડો.પારસ પારેખ અને ડો.મોનાલી જાની રહ્યા હતા.

ડૉ.હાર્દિક વાઘેલા,ડો. રૂપલ બિરારે,ડો.જ્યોત કેશરાણી, ડો.હેતાંશ ભાલાળાએ  કોલેજના ૧૮૬૮ દિવસને વાગોળી પ્રતિભાવ આપ્યા હતા.હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ  ડિગ્રી પ્રમાણપત્ર એનાયત વિધિમાં જોડાયા હતા.કાર્યક્રમનું સંચાલન સોનાક્ષી, આઋષિ,દેવાંશ,અમી,મેરી, ધરણએ કર્યું હતું.

Leave a comment